જનાન્તિકે/અઠ્યાવીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(+નેવિગેશન ટૅબ)
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|અઠ્યાવીસ|સુરેશ જોષી}}
{{Heading|અઠ્યાવીસ|સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રચલિત શિષ્ટસંમાન્ય નીતિની ફૂટપટ્ટીએ સીધી લીટી દોરીને સુરેખતાનો આગ્રહ રાખનારો ભદ્રલોકોનો એક વર્ગ હમેશા વિવેચનાના ક્ષેત્રમાં વગ ધરાવતો હોય છે. સુરેખતા એ જ એમને મન સૌથી મોટું મૂલ્ય છે. જે સુરેખ ન બને તેને શિષ્ટ સુરુચિના રબરથી ભૂંસી નાખવું પવિત્ર ફરજ છે. પણ જીવનના અક્ષાંશરેખાંશ સુરેખતાની મર્યાદા સાચવીને ચાલતા નથી. ગમે તેવી સમાન્તર સીધી રેખાઓ આખરે તો દૂર જતાં વંકાઈને ભેગી થઈ જાય છે. સીમિત છે તે જ અમુક નિશ્ચિત માપ જાળવીને ચાલી શકે છે, તમે એને દૂર સુધી પ્રસરવા દો કે તરત જ ઘર આંગણેનાં માપતોલને એ ઉલ્લંઘી જાય છે. આથી જીવનને ઉપાદાન તરીકે સ્વીકારીને સર્જક એનું રૂપાંતર કરે ત્યારે એ metamorphosisને distortion કહીને ભાંડવાની અસહિષ્ણુતા જે લોકો બતાવે છે, તેમને જો એમની અસહિષ્ણુતાની વક્રતા-સુરેખતાનો અભાવ બતાવીએ તો વળી વધારે વંકાઈ જાય! સર્જન માત્ર જીવનાલંબી છે, જીવનાશ્રયી છે તો સાચું, પણ જે આલંબન કે આશ્રય લે છે તે અંતરાયરૂપ નથી બનતું. જેને અમુક વર્ગ ‘જીવન’, ‘વાસ્તવિકતા’ કહીને ઓળખાવે છે તેની સાથે પદ ગોઠવીને ચાલવાની જવાબદારી સર્જકને માથે વિવેચન ઠોકી બેસાડે ત્યારે સર્જનમાત્ર ક્રાન્તિ બની રહે એવી અનિવાર્યતા ઊભી થાય છે. જીવન સાથેનો સાહિત્યનો સંબંધ તપાસવાની પદ્ધતિની ઘટતી મીમાંસા થતી નથી. ‘જીવન’વાદીઓના કેટલાંક ગૃહીતો પડકાર્યા વિનાનાં રહી જાય છે. રિલ્કે જેવા તો એમ કહેતા હતા કે જીવનની સાર્થકતા એ સાહિત્યના ઉપાદાન લેખે પોતાને ખપાવી દે તેમાં રહી છે. જે સાહિત્યમાં જીવન આ રીતે ખપી જતું નથી તે અકૃતકાર્ય-અકૃતાર્થ બની રહે છે.
સાહિત્ય માનવવ્યવહારની એક સામગ્રી-ભાષાનો ઉપયોગ કરે છે માટે માનવવ્યવહારને નામે એની પાસેથી થોડીક વિશિષ્ટ સ્વરૂપની અપેક્ષાઓ રાખવામાં આવે છે. માણસ ભાષા વાપરે છે, રંગ પણ વાપરે છે. એમ છતાં ચિત્રકળામાં રંગના ઉપયોગમાં જેટલી સ્વતંત્રતા ભોગવે છે તેટલી સ્વતંત્રતા ભાષાના ઉપયોગમાં ભોગવી શકતો નથી. આનું શું કારણ? સાહિત્યનાં સ્વરૂપોમાં પણ આ જાતનો વર્ગભેદ કામ કરતો લાગે છે. કવિતામાં તમે વાસ્તવિકતા જોડે જેટલી છૂટ લઈ શકો તેટલી નવલિકા કે નવલકથામાં નહિ લઈ શકો. કવિતાને માનવવ્યવહાર જોડે ઘનિષ્ઠ સંબંધ નથી? નવલિકા-નવલકથા માનવવ્યવહારને નિરૂપે તે અંગે કોઈ ખાસ શરતો મૂકવાની જરૂર શા કારણે ઊભી થાય છે? સાહિત્યના ઇતિહાસના જે તબક્કે વિવેચન આવી આળપંપાળ વિશેની સભાનતાને વધુ ઉગ્ર બનાવે છે તે તબક્કે સર્જનને હમેશા સહન કરવાનું આવે છે. તત્સમવૃત્તિ (Conformism) ધરાવનાર સર્જકોને તો શિષ્ટોની માન્યતા પ્રાપ્ત કરવામાં પરિસ્થિતિ સગવડરૂપ બની રહે છે, પણ એવી જેને ખેવના નથી તેવા સર્જકોનું શું? સમકાલીનોની ઉપેક્ષાને પોતાની સર્જકપ્રવૃત્તિનો ઉદ્દીપન વિભાવ ગણે તે જ ઠીક.
 
ભાષા સિવાયનાં માનવવ્યવહારનાં અન્ય સાધનો જ્યાં વધુ વપરાતા નથી ત્યાં ભાષાને માથે વધુ પડતો ભાર આવી પડે છે. ત્યાં અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડવાનું કામ માથે આવી પડવાથી ભાષા ખેંચાઈને લપટી પડી જાય છે. ચિત્ર, શિલ્પ, સંગીત વગેરેનો સપ્રમાણ વિકાસ સિદ્ધ થયો હોય તો માનવ વચ્ચેના અંતરંગના સંપર્કના સાધન તરીકે ભાષા આ સાધનો પૈકીનું એક સાધન બની રહે છે. તો એના પર ઝાઝો જુલમ ગુજારાતો નથી, એના પર અણઘટતી શરતો ઠોકી બેસાડવામાં આવતી નથી. આપણે ત્યાં પ્રજાજીવનમાં સંગીત, ચિત્ર, શિલ્પ આદિ કળાઓ ન્યૂન જ ભાગ ભજવે છે, આથી ભાષા પાસેની અપેક્ષાઓનું સ્વરૂપ બદલાય છે. આ જ રીતે નવલકથા જેવા સાહિત્યસ્વરૂપને ‘જીવન’ની અડોઅડ રહીને ચાલવું પડે તેનું પણ આ કારણ નહિ હોય? સાહિત્ય સાથે અન્ય લલિત કળાઓનો સપ્રમાણ વિકાસ થતો રહે તે પ્રજાના સંસ્કારજીવનને માટે અત્યંત મહત્ત્વનું છે. ભાષા સિવાયનાં અન્ય માધ્યમોની ઉપેક્ષા સંસ્કાર જીવનની અલ્પસત્ત્વતાની દ્યોતક બની રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = સત્યાવીસ
|next = ઓગણત્રીસ
}}

Latest revision as of 01:43, 8 August 2023


અઠ્યાવીસ

સુરેશ જોષી

સાહિત્ય માનવવ્યવહારની એક સામગ્રી-ભાષાનો ઉપયોગ કરે છે માટે માનવવ્યવહારને નામે એની પાસેથી થોડીક વિશિષ્ટ સ્વરૂપની અપેક્ષાઓ રાખવામાં આવે છે. માણસ ભાષા વાપરે છે, રંગ પણ વાપરે છે. એમ છતાં ચિત્રકળામાં રંગના ઉપયોગમાં એ જેટલી સ્વતંત્રતા ભોગવે છે તેટલી સ્વતંત્રતા ભાષાના ઉપયોગમાં ભોગવી શકતો નથી. આનું શું કારણ? સાહિત્યનાં સ્વરૂપોમાં પણ આ જાતનો વર્ગભેદ કામ કરતો લાગે છે. કવિતામાં તમે વાસ્તવિકતા જોડે જેટલી છૂટ લઈ શકો તેટલી નવલિકા કે નવલકથામાં નહિ લઈ શકો. કવિતાને માનવવ્યવહાર જોડે ઘનિષ્ઠ સંબંધ નથી? નવલિકા-નવલકથા માનવવ્યવહારને નિરૂપે તે અંગે કોઈ ખાસ શરતો મૂકવાની જરૂર શા કારણે ઊભી થાય છે? સાહિત્યના ઇતિહાસના જે તબક્કે વિવેચન આવી આળપંપાળ વિશેની સભાનતાને વધુ ઉગ્ર બનાવે છે તે તબક્કે સર્જનને હમેશા સહન કરવાનું આવે છે. તત્સમવૃત્તિ (Conformism) ધરાવનાર સર્જકોને તો શિષ્ટોની માન્યતા પ્રાપ્ત કરવામાં આ પરિસ્થિતિ સગવડરૂપ બની રહે છે, પણ એવી જેને ખેવના નથી તેવા સર્જકોનું શું? સમકાલીનોની ઉપેક્ષાને એ પોતાની સર્જકપ્રવૃત્તિનો ઉદ્દીપન વિભાવ ગણે તે જ ઠીક.

ભાષા સિવાયનાં માનવવ્યવહારનાં અન્ય સાધનો જ્યાં વધુ વપરાતા નથી ત્યાં ભાષાને માથે વધુ પડતો ભાર આવી પડે છે. ત્યાં અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડવાનું કામ માથે આવી પડવાથી ભાષા ખેંચાઈને લપટી પડી જાય છે. ચિત્ર, શિલ્પ, સંગીત વગેરેનો સપ્રમાણ વિકાસ સિદ્ધ થયો હોય તો માનવ વચ્ચેના અંતરંગના સંપર્કના સાધન તરીકે ભાષા આ સાધનો પૈકીનું એક સાધન બની રહે છે. તો એના પર ઝાઝો જુલમ ગુજારાતો નથી, એના પર અણઘટતી શરતો ઠોકી બેસાડવામાં આવતી નથી. આપણે ત્યાં પ્રજાજીવનમાં સંગીત, ચિત્ર, શિલ્પ આદિ કળાઓ ન્યૂન જ ભાગ ભજવે છે, આથી ભાષા પાસેની અપેક્ષાઓનું સ્વરૂપ બદલાય છે. આ જ રીતે નવલકથા જેવા સાહિત્યસ્વરૂપને ‘જીવન’ની અડોઅડ રહીને ચાલવું પડે તેનું પણ આ જ કારણ નહિ હોય? સાહિત્ય સાથે અન્ય લલિત કળાઓનો સપ્રમાણ વિકાસ થતો રહે તે પ્રજાના સંસ્કારજીવનને માટે અત્યંત મહત્ત્વનું છે. ભાષા સિવાયનાં અન્ય માધ્યમોની ઉપેક્ષા સંસ્કાર જીવનની અલ્પસત્ત્વતાની દ્યોતક બની રહે છે.