કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૯. સર્જન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 22: Line 22:
ઈશ્વરે એ મુગ્ધ મનથી સાંભળ્યું.
ઈશ્વરે એ મુગ્ધ મનથી સાંભળ્યું.
(આશ્ચર્ય! હું પણ સાંભળું છું કાવ્યના સંગીતને.)
(આશ્ચર્ય! હું પણ સાંભળું છું કાવ્યના સંગીતને.)


<small>૧૯૫૩</small>
<small>૧૯૫૩</small>

Latest revision as of 02:00, 15 September 2023


૯. સર્જન

ઈશ્વરે સૃષ્ટિ રચી
(હું આ કવિતાને લખું છું તેમ)
લીલામાત્રમાં;
આકાશ
વાયુ
તેજ
જલ
પૃથ્વી
બધું આકાર લઈ ઊભું થયું
તા રા
હો નિ
ગ્ર હા
 કા રિ
સૌ ઘૂમવા લાગ્યાં
અને સંગીત પ્રગટ્યું;
ઈશ્વરે એ મુગ્ધ મનથી સાંભળ્યું.
(આશ્ચર્ય! હું પણ સાંભળું છું કાવ્યના સંગીતને.)

૧૯૫૩
(સાયુજ્ય, પૃ. ૧૧)