મરણોત્તર/૪૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫| સુરેશ જોષી}} {{Poem2Open}} અજાણ્યા ગામની અજાણી તળાવડીના કમળ પર...")
 
No edit summary
 
Line 6: Line 6:
અજાણ્યા ગામની અજાણી તળાવડીના કમળ પર પહેલું ઝાકળનું બિન્દુ ટપક્યું છે. શહેરની ઉન્નિદ્ર અધબીડી આંખ ખૂલી છે. ચોક વચ્ચે ઊભેલો એક વૃદ્ધ કબૂતરોને ચણ નાખે છે. થાકેલી પ્રૌઢ વેશ્યા ઝરૂખામાંથી પાછી વળે છે. ક્યાંકથી દિવસની પ્રથમ પાળીની ઘોષણા કરતી મિલની સાયરન ચિત્કારી ઊઠે છે. કારાવાસના કેદીઓ હારબંધ કામે જઈ રહ્યા છે. હોસ્પિટલમાં મરણપથારીએ પડેલા દર્દીએ વધુ એક દિવસની યાતના વેઠવા માટે આંખ ખોલી છે. પ્રસૂતિગૃહમાં એક શિશુનું જન્મસમયનું ક્રન્દન ગાજી ઊઠ્યું છે. શહેરના રસ્તાઓ ફરીથી ચરણ તળે ચંપાવા લાગ્યા છે. શેરીના દીવાઓ હોલવાવાનું ભૂલી જઈને સૂર્યના પ્રકાશમાં નફફટાઈથી આછું હસી રહ્યા છે. બસસ્ટોપ પર યુવકયુવતીનો પ્રેમાલાપ તૂટક તૂટક ચાલી રહ્યો છે. વડ પર ટિંગાયેલાં વટવાગળાંને કાગડાઓ હેરાન કરી રહ્યા છે. દોડતી ટ્રક નીચે કચડાયેલા અજાણ્યા શખ્સની વીગતો છાપાનો ખબરપત્રી એકઠી કરી રહ્યો છે. નેતા દિવસનું પ્રથમ પ્રવચન કરવા નગરગૃહ ભણી ધસી રહ્યા છે. નિશાળિયાઓને ભરીને સ્કૂલબસ ઉતાવળે જઈ રહી છે. આમલીના ઝાડ નીચે ઘરડી ભિખારણ ભીખમાં ઈશ્વરે ફેંકેલા વધુ એક દિવસને ચગળતી બેઠી છે. દુર્ગન્ધી રાસાયણિક દ્રવ્યોથી ગંધાતી મેલી નદી મોઢું સંતાડતી વહી રહી છે. એમાં શહેર પોતાનું ગંદું મોઢું જોઈને બીભત્સ હસે છે. બાગમાં ભૂલા પડેલા વાંસની જાળમાં ઉદ્યમી કરોળિયો નિષ્પલક નેત્રે બેઠો છે. શહેર વચ્ચેના અવાવરુ કૂવામાં એક લાશ પોલીસની રાહ જોતી તરી રહી છે. વધેરેલાં પશુ જેવાં ફળ દુકાનમાં લટકી રહ્યાં છે. નામનો બુરખો ઓઢીને માનવીઓ ફરીથી નીકળી પડ્યા છે. બે આંધળાઓ એકબીજાનો હાથ ઝાલીને જઈ રહ્યા છે. કોઈક પુરાણીએ લાઉડસ્પીકર પર ભગવાનનો પ્રચાર શરૂ કરી દીધો છે. ઊંચા મહેલના ગોખમાં બેઠેલા ઘુવડની ઊંઘ રહી રહીને ઊડી જાય છે. સૂર્યે બધા ઉકરડાઓને અજવાળી દીધા છે. ગાડીઓમાં અને વિમાનોમાં લોકો ભાગી રહ્યા છે. એમની પાછળ રેડિયો એક્ટિવ રજ દોડી રહી છે. તળાવડીમાંના કમળ પર ઝિલાયેલું ઝાકળનું બિન્દુ જળમાં સરી પડે છે. એક બુદ્બુદ થઈને શમી જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[મરણોત્તર/૪૪|૪૪]]
}}

Latest revision as of 11:07, 8 September 2021

૪૫

સુરેશ જોષી