કાવ્યમંગલા/વાદળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ)
mNo edit summary
 
Line 31: Line 31:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હસતી કે રડતી?
|previous = હસતી કે રડતી?
|next = સ્વ. શંકર દત્તત્રેય પાઠકને
|next = સ્વ. શંકર દત્તાત્રેય પાઠકને
}}
}}

Latest revision as of 01:43, 23 November 2023

વાદળી

સોનેરી વાદળી,
રૂપેરી વાદળી,
ઉતરી રે કહાન મારે તળાવ

સન્ધ્યાપ્રભાતના રંગ ભરી પાંખે,
સૂરજનાં આંજણાં આંજીને આંખે,
સાગરને હૈયે આળોટી એ વાદળી,
અમ્રતના ગર્ભ ધરી
ઉતરી રે કહાન મારે તળાવ.

સૂકાં તળાવ, મારાં સૂકાં સરોવરો,
સૂકાં કમળદળ, સૂકો આ વાયરો, ૧૦
સૂનાં આકાશ મૂકી નાઠી’તી વાદળી,
ધરતીનો ફેર ફરી
ઉતરી રે કહાન મારે તળાવ.

નાનું તળાવ મારું પાણીડાં છલકે,
ભીનો પવન, કમળ આછેરાં મલકે,
દુનિયાનાં આંસુડાં લોતી એ વાદળી
મલકંતી પ્રેમભરી
ઉતરી રે કહાન મારે તળાવ.

(૧૦ મે, ૧૯૩૧)