પરકીયા/ગમગીનીને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગમગીનીને| સુરેશ જોષી}} <poem> ગમગીની, મારે તારી કાળી પાંખ જોઈએ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
દીવો પ્રકટાવતી નહીં. | દીવો પ્રકટાવતી નહીં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/ગ્રહ|ગ્રહ]] | |||
|next = [[પરકીયા/રાતનો જનમ થતો નહીં|રાતનો જનમ થતો નહીં]] | |||
}} |
Latest revision as of 05:40, 17 September 2021
ગમગીનીને
સુરેશ જોષી
ગમગીની, મારે તારી કાળી પાંખ જોઈએ છે.
આટલો બધો સૂરજ, પોખરાજમાંનું આટલું બધું મધ
એક એક કિરણ હસે
ખેતરોમાં,
અને મારી ચારે બાજુ પુષ્કળ પુષ્કળ પ્રકાશ;
બધું ઊંચે હવામાં ગણગણતી મધમાખીના જેવું.
તેથી જ તો કહું છું
કે મને
તારી કાળી પાંખ આપ,
બહેન ગમગીની!
કોઈક વાર મને થાય:
નીલમનો પ્રકાશ હોલવી નાંખવો જોઈએ;
અને વરસાદની ત્રાંસી જાળ
પાથરી દેવી જોઈએ.
દરિયાની ખાડીમાં ભાંગીતૂટી
જીર્ણ નૌકાને જોવાનું મન થાય.
વળી જોવા ઇચ્છું
અન્ધકારમાંનું એ મોટું ઘર
અને મારી મા
પેરેફિન શોધતી,
દીવામાં પૂરતી;
નિસાસો નાંખ્યા વિના એ કદી
દીવો પ્રકટાવતી નહીં.