મણિલાલ હ. પટેલનાં કાવ્યો/અમેરિકાનાં પાનખર વૃક્ષોને –: Difference between revisions

(+1)
 
 
(One intermediate revision by the same user not shown)
Line 59: Line 59:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તું...અલવિદા!
|previous = તું...
|next = અમેરિકાનાં વૃક્ષો...
|next = અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...
}}
}}

Latest revision as of 15:42, 17 February 2024

અમેરિકાનાં પાનખર વૃક્ષોને –

સલામ!
અમેરિકાનાં પાનખરવૃક્ષો,
તમને સલામ!
આમ અસલથી ઊભેલાં જોયાં છે
તમને ધીરગંભીર ઠરેલ
સદીઓથી સંસ્કૃતિ સાચવતાં શિષ્ટ પ્રશિષ્ટ!
પહાડો ખીણો વનો ઉપવનો મેદાનોમાં
મદમસ્ત જોયાં છે તમને લીલાશ છાંટતાં...
પણ રંગે રાતાં માતાં તે
રંગેચંગે જંગે ચડતાં તો
આજે જ જોયાં જંગલોમાં ઝળહળતાં
રંગદર્શી છટાઓથી છટપટાતાં, તે –
કત્લેઆમ કરતાં ક્યાંથી શીખ્યાં છો?
અમેરિકાનાં પાનખર-વૃક્ષો, સલામ!
સરેઆમ લીલી કટોરીઓમાં
ભરી ભરી પીધેલા હજારો સૂરજ
સળગી ઊઠ્યા છે એક સામટા આજે –
તમારામાં પ્રગટ્યો છે રંગ લીલાનો વિભાવ
કહો કે લીલાની રંગ લીલાનો સ્વભાવ;
પૃથ્વીનો એક માત્ર રંગ લીલો, તે –
આમ અચાનક આજે આ
દઝાડતા – ઠારતા – બળબળતું બ્હેકાવતા
રંગમેળાઓ આગ અને રાગના
અમારી આંખે ઝિલાય તો છે
પણ સમાતા નથી એ રાતામાતા રંગો
ભાષાના પાત્રમાં... હે પાનખરના સાથીઓ!
પાંદડે પાંદડે વિશેષણો તો ક્યાંથી લાવું?!
અવનિના ખોળામાં અગ્નિ થઈ
મ્હાલતી આ માયાને – તમારી કાયાને
અચંબિત આભ જોયા કરે છે... ને હુંય!
આ મારકણો મરુન ને મસ્તીખોર લાલ
જાંબલી ભાલાઓના પરપલ પ્રહારો
ધોવાઈને ઊજળો થયેલો કથ્થાઈ – કિરમજી
ને સંતાતો ફરતો રાખોડી ભૂરો ને નારંગી
રાતી-પીળી છટાઓ છાકટી થઈ ફરે...
સૂની શેરીમાં કેસરી સવાર તરે છે
આ શુદ્ધ સુવર્ણ શો તડકો ટાઢો હિમ
રંગોની અંગીઠીમાં અંગો શેકવા
ફરી વળે છે ઝાડવે ઝાડવે...
ને પેલા પહાડો પરથી રાતી પીળી
ખીણોમાં ખાબકતી રંગછટાઓ
રાજસ્થાનમાં જૌહર કરતી
રજપૂતાણીઓ છે કે શું?
હે પાનખરનાં વૃક્ષો!
તમે તો ક્યાંથી ઓળખો એમને?
એ મરી જાણતી હતી એમ ગર્વથી
ગૌરવથી કેસરિયાં કરતા પતિની જેમ...
ઋતુના રંગો પ્હેરતાં પ્હેરતાં
પવનમાં લ્હેરાતાં લ્હેરતાં ખુમારીથી
ખરી જવાનું આવડે છે તમને ય...
ઝિંદાદિલી તો કોઈ તમારી પાસેથી શીખે...
સલામ! હે પાનખર વૃક્ષો... અલવિદા...