પરકીયા/યુન્ગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|યુન્ગ| સુરેશ જોષી}} <poem> આ વરસાદ પડે છે તે બસ પડ્યે જ જાય છે! આ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 27: Line 27:
ટીપે.
ટીપે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[પરકીયા/સાતમી કવિતા|સાતમી કવિતા]]
|next = [[પરકીયા/ચાઓ કુ|ચાઓ કુ]]
}}

Latest revision as of 12:11, 23 September 2021


યુન્ગ

સુરેશ જોષી

આ વરસાદ
પડે છે તે બસ પડ્યે જ જાય છે!

આ કલાકના ઘંટા
બજે છે તે બસ બજ્યે જ જાય છે!

બારી બહારની કેળ
ટીપે ટીપે ધ્રૂજે છે;
અંદરનો આ દીવો
રહીને રહીને થરકે છે;

નથી ઘડાતો ઘાટ સપનાંનો,
નથી સળ સરખી કરાતી
વેદનાની કરચલીઓની!

શી રીતે સાંભળી રહેવાય આ વરસાદની ધારાને?
સૂના સૂના ચોકમાં એ તો છેક
સવાર સુધી
ટપક્યે જ જશે
ટીપે
ટીપે
ટીપે
ટીપે.