ગાતાં ઝરણાં/પ્રિયતમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃકવનની ઓથ
|previous = કવનની ઓથ
|next = એક પત્ર
|next = એક પત્ર
}}
}}

Latest revision as of 17:00, 13 February 2024


પ્રિયતમા


શ્વાસ સમી મુજ જીવનસાથી, ચંદ્ર સમી એ શ્વેત પરી,
તેજલ તણખો, રૂપની રાણી, મોહક, મનહર મસ્ત અદા;
હાથ પકડતાં સરકી જાતી સસલા સમ એ ગેલ કરી,
શ્રમજીવીની પ્રિયતમા એ નવ લેતી આરામ કદા.

આજીવિકાના સાધન માટે સીવણ ગૂંથણ એ કરતી,
ભીંજવી દેતી હૈયું મારું વ્હાલ-ઝડી વરસાવીને;
સુંદર વસ્ત્ર અને આભૂષણ અંગ ઉપર એ નવ ધરતી,
રીઝવતો સુતરનો તુંતુ ડોકમહીં પહેરાવીને.

કોઈ વખત સંતાઈ જતી એ છટકીને મારા કરથી,
ચારે ગમ મુજ આકુળ દ્રષ્ટિ જોવાને પથરાઈ જતી;
દિનભર કામમહીં રોકાતી મેણાં-ટોણાંના ડરથી,
રાત પડે હું ઘેર જતો ત્યાં છાતીએ ચંપાઈ જતી.

પ્રેમ અમારો બીચબજારે આખી દુનિયા જોઈ જતી,
હું ‘સૈ’ એના પ્રાણ સમો, એ મારી વ્હાલી ‘સોય’ હતી.

૭-૧૨-૧૯૪૭