ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પ્રારંભિક: Difference between revisions
No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 71: | Line 71: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
Line 93: | Line 76: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | ||
|next = | |next = પૂર્વકથન | ||
}} | }} |
Latest revision as of 08:59, 7 April 2024
ગુજરાતી વિવેચનના વિશેષો પર ને એની વિલક્ષણતાઓ પર નજર કરતા આ પુસ્તકમાં વિવેચનના સ્વરૂપનાં ઘટકો, પરિમાણો તથા પરંપરાનો પણ એક સંક્ષિપ્ત આલેખ છે. કોશવિદ્યા, સૂચિવિદ્યા, સાહિત્યસામયિકનાં પ્રભાવકેન્દ્રો અને પરંપરા – એવી બાબતોનો પણ વિમર્શ કરતા આ સંગ્રહમાં મહત્ત્વના સર્જનાત્મક અને વિવેચનાત્મક ગ્રંથોની વિશ્લેષક સમીક્ષાઓ પણ છે. સાહિત્યવિચાર, એ બધાં લખાણોમાં, એક સળંગ તંતુ તરીકે પરોવેલો રાખ્યો છે. ■ વિવેચનની નિર્માલ્યતા વિશે ને વિવેચનના અંત વિશે અવારનવાર આપણે ત્યાં પણ કહેવાતું રહ્યું છે પણ એમાંથી બચવાના સંભવિત માર્ગો કે ઉપાયો ખોળવાની ઝાઝી મથામણ થઈ નથી એ મથામણ કરવી હવે અનિવાર્ય છે. હવે ફરીથી આપણે વૈચારિક સ્પષ્ટતાની ને વિશદતાની સાધના કરવી પડશે. હા, એ ‘સાધના’ છે કેમકે, દિલચોરી વિના, પ્રામાણિકતાથી સ્પષ્ટ થવું એ ઘણી મથામણ ને ઘણી ધીરજ માગે એમ હોય છે. સમજાય એવું લખવાની પ્રતિજ્ઞાથી કંઈ સંકુલતાનો ભોગ લેવાવાનો નથી – જો ભય હોય તો એ તત્ત્વસમજને ગાળી નાખતા સરલીકરણનો હોઈ શકે. વિશદતા એ વિદ્વત્તાની વિરોધી નથી. પાશ્ચાત્ય વિવેચનના કોઈ એક સિદ્ધાંતને કે સંસ્કૃતમીમાંસાના કોઈ એક વાદને આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ સામે, પહેલાં રસપ્રદ રીતે ઉદ્ઘાટિત કરીને, પછી એની ઝીણવટોમાં જવાનું નવ-પ્રસ્થાન કરવાનું રહે. |
GIRIDHARO ANE PICHCHHADHARO-NI VACHCHE
Literary Criticism
by Raman Soni (૧૯૪૬), ૨૦૧૩
કૉપીરાઈટ : રમણ સોની
પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩
પૃષ્ઠસંખ્યા : ૮+ ૨૯૬
નકલ : ૪૦૦
કિંમત : રૂ. ૨૪૦
પ્રકાશક :
બાબુભાઈ હાલચંદ શાહ
પાર્શ્વ પબ્લિકેશન
નિશા પોળ, ઝવેરીવાડ
રિલિફ રોડ
અમદાવાદ ૩૮૦ ૦૦૧
મુદ્રક :
ધર્મેશ પ્રિન્ટોરિયમ
૨૪-૨૫, અગ્રવાલ ઍસ્ટેટ,
મહેંદી કૂવા, શાહપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૪
શારદાને –