નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી પ્રવાસસાહિત્યઃ ઉપસંહાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 21: Line 21:
સ્વતંત્ર્યોત્તરયુગમાં અનેક સંવેદનશીલ, કલ્પનાશીલ, શૈલીસ્વામી સર્જકો પ્રવાસકથાના લેખન તરફ આકર્ષાયા છે. શૈલી – નિરૂપણના તેમના કલાત્મક અભિગમને લઈ, પ્રવાસસાહિત્ય લલિતસાહિત્ય જેવું સુંદર અને આનંદપ્રદ બન્યું છે. અગાઉ મહદંશે વર્ણનાત્મક રીતિમાં નિરૂપાતું પ્રવાસસાહિત્ય આધુનિક યુગમાં ચિત્રાત્મક અને નાટ્યાત્મક શૈલીમાં રજૂ થવા લાગ્યું છે. તેમાં જીવંત ઉષ્માભરી વાતચીતિયા શૈલીના સાહજિક પ્રયોગો થતા અનેકવાર દેખાય છે. પ્રવાસપ્રાપ્ત પ્રસંગ-પરિસ્થિતિ-વ્યક્તિને અનુષંગે તેમાં હળવી રમૂજ યા નિર્દેશ વ્યંગ-વિનોદ પણ અવારનવાર થતાં રહ્યાં છે. પ્રવાસકથાની શૈલીમાં વૈવિધ્ય, લાલિત્ય, માધુર્ય અને તાજગી અનુભવાય છે. પ્રવાસનું સુરેખ, પ્રાસાદિક, સમભાવપૂર્ણ, સાક્ષાત્કારક નિરૂપણ ભાવકને પ્રવાસનો રસિક-રોચક અનુભવ કરાવી શકે છે. ચંદ્રવદન મહેતા, રસિક ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, શિવકુમાર જોશી, આબિદ સુરતી વગેરે લેખકોએ આ યુગના પ્રવાસસાહિત્યને નવીનતા, વિવિધતા, તાજગી અને આનંદપ્રદતા બક્ષી, સમૃધ્ધ બનાવ્યું છે. કાળક્રમે સ્વાતંત્ર્યોત્તરકાળમાં આવતી પણ તત્ત્વતઃ ગાંધીયુગન સંસ્કારો ધરાવતી એકંદરે સ-રસ પ્રવાસકથાઓ આપીને સ્વામી આનંદ, નવનીત પારેખ, પીતાંબર પટેલ, નરભેરામ સદાવ્રતી, ભોગીલાલ સાંડેસરા, ઉમાશંકર જોશી વગેરે લેખકોએ પ્રવાસસાહિત્યની સમૃધ્ધિમાં નોંધપાત્ર ઉમેરો કર્યો છે.

અર્વાચીન સમયમાં ઉદય પામેલા પ્રવાસસાહિત્યના નવીન સ્વરૂપનો સતત ક્રમિક વિકાસ થતો રહ્યો છે. સત્ત્વ અને વૈવિધ્યની દૃષ્ટિએ તે નિઃશંક સમૃધ્ધ બન્યું છે. તેમ છતાં, કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ જેવાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનામાં પ્રવાસસાહિત્યનો વિકાસ ઓછો અને ધીમો રહ્યો છે. કેવળ સંખ્યાની દૃષ્ટિએ જોતાં તેને જરૂર માતબર ગણી શકાય; પરંતુ સાહિત્યિક ગુણવત્તાની દૃષ્ટિએ સમૃધ્ધ, કલાત્મક અને ચિરંજીવ પ્રવાસકથાઓ એકંદરે ઓછી પ્રાપ્ત થાય છે. આવી વિષમ પરિસ્થિતિનાં અનેક કારણ છે :

(૧) ગુજરાતી સાહિત્યમાં પ્રવાસકથાની કોઈ સુપ્રતિષ્ઠ પરંપરા ન હતી. મધ્યકાળમાં કોઈ સ્વતંત્ર, સ્વાયત્ત, નિર્મળ પ્રવાસવૃત્તાન્ત પ્રાપ્ત થતું નથી. પ્રવાસવર્ણન યા વૃત્તાન્ત પણ એક ખેડવા જેવો સાહિત્યપ્રકાર છે, તેવી સૂઝ કે સભાનતા મધ્યકાળના કોઈ કવિ કે લેખકમાં જાગી ન હતી. અંગ્રેજી શાસન, સભ્યતા, શિક્ષણ, સાહિત્યના સંપર્કને પરિણામે અર્વાચીન યુગમાં સાહિત્યિક ગદ્ય અસ્તિત્વમાં આવ્યું, તેમ જ રેલવે, સ્ટીમર, આદિ ઝડપી અને સલામત વ્યવહારનાં સાધનો દ્વારા પ્રવાસ આસન બન્યા, તે પછી ગુજરાતીમાં પ્રવાસવૃત્તાન્ત લખાવા લાગ્યાં; પરંતુ પ્રવાસવૃત્તાન્તની પરંપરા યા કોઈ આદર્શરૂપ પ્રવાસકથાના અભાવમાં, પ્રવાસલેખકો માટે આરંભકાળમાં કલાત્મક, આનંદપ્રદ પ્રવાસવર્ણન આપવાનું મૂંઝવણભર્યું અને મુશ્કેલ બની રહ્યું.
{{hi|1.5em|(૧) ગુજરાતી સાહિત્યમાં પ્રવાસકથાની કોઈ સુપ્રતિષ્ઠ પરંપરા ન હતી. મધ્યકાળમાં કોઈ સ્વતંત્ર, સ્વાયત્ત, નિર્મળ પ્રવાસવૃત્તાન્ત પ્રાપ્ત થતું નથી. પ્રવાસવર્ણન યા વૃત્તાન્ત પણ એક ખેડવા જેવો સાહિત્યપ્રકાર છે, તેવી સૂઝ કે સભાનતા મધ્યકાળના કોઈ કવિ કે લેખકમાં જાગી ન હતી. અંગ્રેજી શાસન, સભ્યતા, શિક્ષણ, સાહિત્યના સંપર્કને પરિણામે અર્વાચીન યુગમાં સાહિત્યિક ગદ્ય અસ્તિત્વમાં આવ્યું, તેમ જ રેલવે, સ્ટીમર, આદિ ઝડપી અને સલામત વ્યવહારનાં સાધનો દ્વારા પ્રવાસ આસન બન્યા, તે પછી ગુજરાતીમાં પ્રવાસવૃત્તાન્ત લખાવા લાગ્યાં; પરંતુ પ્રવાસવૃત્તાન્તની પરંપરા યા કોઈ આદર્શરૂપ પ્રવાસકથાના અભાવમાં, પ્રવાસલેખકો માટે આરંભકાળમાં કલાત્મક, આનંદપ્રદ પ્રવાસવર્ણન આપવાનું મૂંઝવણભર્યું અને મુશ્કેલ બની રહ્યું.}}
(૨) બ્રિટીશ સત્તા અને સભ્યતાના દોરદમામથી અંજાયેલા, પાશ્ચાત્ય પ્રણાલીનું શિક્ષણ પામેલા, લેખકોએ તેમના પ્રતાપના મૂળમાં કયાં કારણો યા બળો રહેલાં છે તે જોવા-જાણવાના તેમ જ વ્યાપાર ધંધાના હેતુથી બ્રિટનની સફરો કરવા માંડી; જ્યારે ધાર્મિક વૃત્તિના લેખકોએ ભક્તિભાવથી પ્રેરાઈને અને પુણ્યલાભના પ્રયોજનથી વિવિધ યાત્રાધામોના પ્રવાસ આરંભ્યા. પરિણામે પહેલા પ્રકારના પ્રવાસલેખકો પાસેથી બોધલક્ષી માહિતીલક્ષી માર્ગદર્શિકાઓ જેવાં પ્રવાસવૃત્તાન્ત પ્રાપ્ત થયાં અને બીજા પ્રકારના યાત્રિક-લેખકો પાસેથી તીર્થધામો-મંદિરો વગેરે વિષયક, દંતકથાઓ -પુરાણકથાઓ સંમિશ્રિત, ધર્મ - દર્શનપ્રધાન યાત્રા વિવરણો મળ્યાં. આવાં પ્રવાસવર્ણનોમાં પ્રવાસપ્રદેશ વિષયક સ્થૂલ વિગતો, માહિતી, વ્યવહારુ-ઉપયોગી માર્ગદર્શનની ભરમાર રહી, પ્રવાસપ્રદેશની પ્રકૃતિ અને માનવીય સૃષ્ટિનો વ્યાપક, સાક્ષાત્કારક આનંદપ્રદ અનુભવ કરાવે તેવું નિરૂપણ અલ્પ અને પ્રસંગોપાત્ત જ મળ્યું.
{{hi|1.5em|(૨) બ્રિટીશ સત્તા અને સભ્યતાના દોરદમામથી અંજાયેલા, પાશ્ચાત્ય પ્રણાલીનું શિક્ષણ પામેલા, લેખકોએ તેમના પ્રતાપના મૂળમાં કયાં કારણો યા બળો રહેલાં છે તે જોવા-જાણવાના તેમ જ વ્યાપાર ધંધાના હેતુથી બ્રિટનની સફરો કરવા માંડી; જ્યારે ધાર્મિક વૃત્તિના લેખકોએ ભક્તિભાવથી પ્રેરાઈને અને પુણ્યલાભના પ્રયોજનથી વિવિધ યાત્રાધામોના પ્રવાસ આરંભ્યા. પરિણામે પહેલા પ્રકારના પ્રવાસલેખકો પાસેથી બોધલક્ષી માહિતીલક્ષી માર્ગદર્શિકાઓ જેવાં પ્રવાસવૃત્તાન્ત પ્રાપ્ત થયાં અને બીજા પ્રકારના યાત્રિક-લેખકો પાસેથી તીર્થધામો-મંદિરો વગેરે વિષયક, દંતકથાઓ -પુરાણકથાઓ સંમિશ્રિત, ધર્મ - દર્શનપ્રધાન યાત્રા વિવરણો મળ્યાં. આવાં પ્રવાસવર્ણનોમાં પ્રવાસપ્રદેશ વિષયક સ્થૂલ વિગતો, માહિતી, વ્યવહારુ-ઉપયોગી માર્ગદર્શનની ભરમાર રહી, પ્રવાસપ્રદેશની પ્રકૃતિ અને માનવીય સૃષ્ટિનો વ્યાપક, સાક્ષાત્કારક આનંદપ્રદ અનુભવ કરાવે તેવું નિરૂપણ અલ્પ અને પ્રસંગોપાત્ત જ મળ્યું.}}
(૩) મર્ઝબાન જેવા કોઈ પારસી લેખકમાં પ્રવાસ અને પ્રવાસવર્ણન આનંદપ્રાપ્તિ માટે હોય, એવી સૂઝ-સમજ અને અભિવ્યક્તિ હતી; પરંતુ તેમણે જે પ્રવાસકથા લખી તે પારસીબોલીમાં લખી; પરિણામે બિનપારસી ગુજરાતી લેખકો-વાચકોની ભારે મોટી બહુમતીમાં તેમની અનુકરણીય કૃતિની થવી જોઈતી પ્રસિધ્ધિ ન થઈ શકી.
{{hi|1.5em|(૩) મર્ઝબાન જેવા કોઈ પારસી લેખકમાં પ્રવાસ અને પ્રવાસવર્ણન આનંદપ્રાપ્તિ માટે હોય, એવી સૂઝ-સમજ અને અભિવ્યક્તિ હતી; પરંતુ તેમણે જે પ્રવાસકથા લખી તે પારસીબોલીમાં લખી; પરિણામે બિનપારસી ગુજરાતી લેખકો-વાચકોની ભારે મોટી બહુમતીમાં તેમની અનુકરણીય કૃતિની થવી જોઈતી પ્રસિધ્ધિ ન થઈ શકી.}}
(૪) અન્ય સાહિત્યસ્વરૂપોના સફળ સર્જકોમાંના થોડાક જ પ્રવાસકથાના સાહિત્યપ્રકાર તરફ અભિમુખ થયા. તેઓ પણ એકાદ પ્રવાસકથા આપી અટકી ગયા. સારા સર્જકો-વિદ્વાનોની બહુમતી પ્રવાસકથાથી વિમુખ રહી અને સાહિત્યિક સૂઝ-શૈલી વિનાના લેખકો દ્વારા મોટાભાગની પ્રવાસકૃતિઓ રચાઈ. આથી સંખ્યાની દૃષ્ટિએ પ્રવાસકથાઓ ઘણી મળી, પણ સત્ત્વશીલ પ્રવાસવર્ણન ઓછાં મળ્યાં..
{{hi|1.5em|(૪) અન્ય સાહિત્યસ્વરૂપોના સફળ સર્જકોમાંના થોડાક જ પ્રવાસકથાના સાહિત્યપ્રકાર તરફ અભિમુખ થયા. તેઓ પણ એકાદ પ્રવાસકથા આપી અટકી ગયા. સારા સર્જકો-વિદ્વાનોની બહુમતી પ્રવાસકથાથી વિમુખ રહી અને સાહિત્યિક સૂઝ-શૈલી વિનાના લેખકો દ્વારા મોટાભાગની પ્રવાસકૃતિઓ રચાઈ. આથી સંખ્યાની દૃષ્ટિએ પ્રવાસકથાઓ ઘણી મળી, પણ સત્ત્વશીલ પ્રવાસવર્ણન ઓછાં મળ્યાં.}}
(૫) વિવેચકોએ પ્રવાસસાહિત્યને એક સાહિત્યસ્વરૂપ લેખે મળવું જોઈતું મહત્ત્વ ન આપ્યું. તેમણે પ્રવાસસાહિત્યનું કૃતિલક્ષી વિવેચન એકંદરે ઓછું કર્યું અને તાત્ત્વિક યા સૈધ્ધાન્તિક વિવેચન કરવા તરફ દુર્લક્ષ સેવ્યું. પ્રવાસકથાની સાંગોપાંગ, સવિસ્તર, તલસ્પર્શી સ્વરૂપમીમાંસા કોઈ વિવેચકે ન કરી. પરિણામે પ્રવાસલેખકોને, સાહિત્યિક પ્રકાર તરીકે પ્રવાસકથામાં અપેક્ષિત લક્ષણો-વિશેષતાઓ અંગે આવશ્યક માર્ગદર્શન ન મળ્યું અને વાચકોની બહુમતીમાં પ્રવાસસાહિત્ય પ્રતિ પર્યાપ્ત જિજ્ઞાસા અને રસ ન પ્રગટ્યાં. સામાન્ય પ્રવાસલેખકો તેમને ઠીક લાગે તેવા ઘરેડિયા માર્ગે પ્રવાસકથાઓ લખતા રહ્યા. વાચકોની બહુમતી પ્રવાસકથાઓ પ્રતિ ઉદાસીન રહી.
{{hi|1.5em|(૫) વિવેચકોએ પ્રવાસસાહિત્યને એક સાહિત્યસ્વરૂપ લેખે મળવું જોઈતું મહત્ત્વ ન આપ્યું. તેમણે પ્રવાસસાહિત્યનું કૃતિલક્ષી વિવેચન એકંદરે ઓછું કર્યું અને તાત્ત્વિક યા સૈધ્ધાન્તિક વિવેચન કરવા તરફ દુર્લક્ષ સેવ્યું. પ્રવાસકથાની સાંગોપાંગ, સવિસ્તર, તલસ્પર્શી સ્વરૂપમીમાંસા કોઈ વિવેચકે ન કરી. પરિણામે પ્રવાસલેખકોને, સાહિત્યિક પ્રકાર તરીકે પ્રવાસકથામાં અપેક્ષિત લક્ષણો-વિશેષતાઓ અંગે આવશ્યક માર્ગદર્શન ન મળ્યું અને વાચકોની બહુમતીમાં પ્રવાસસાહિત્ય પ્રતિ પર્યાપ્ત જિજ્ઞાસા અને રસ ન પ્રગટ્યાં. સામાન્ય પ્રવાસલેખકો તેમને ઠીક લાગે તેવા ઘરેડિયા માર્ગે પ્રવાસકથાઓ લખતા રહ્યા. વાચકોની બહુમતી પ્રવાસકથાઓ પ્રતિ ઉદાસીન રહી.}}
(૬) વાચકોમાં વાર્તા, નવલકથા, કવિતા વગેરે કલ્પનોત્થ લલિત સાહિત્યસ્વરૂપો તરફ જેવું-જેટલું આકર્ષણ હતું તેવું-તેટલું પ્રવાસકથા જેવાં લલિતેત્તર સાહિત્યસ્વરૂપો તરફ ન હતું - નથી. પ્રવાસકથાનાં પુસ્તકોની ખપત વાર્તા, નવલકથા આદિનાં પુસ્તકોની ખપત કરતાં ઘણી ઓછી હતી. તેથી લેખકોએ પ્રવાસકથાઓ લખવા પ્રતિ ઝાઝો ઉત્સાહ ન દર્શાવ્યો અને તેમના પ્રકાશન પ્રતિ પ્રકાશકો મહદંશે ઉદાસીન હતા.
{{hi|1.5em|(૬) વાચકોમાં વાર્તા, નવલકથા, કવિતા વગેરે કલ્પનોત્થ લલિત સાહિત્યસ્વરૂપો તરફ જેવું-જેટલું આકર્ષણ હતું તેવું-તેટલું પ્રવાસકથા જેવાં લલિતેત્તર સાહિત્યસ્વરૂપો તરફ ન હતું - નથી. પ્રવાસકથાનાં પુસ્તકોની ખપત વાર્તા, નવલકથા આદિનાં પુસ્તકોની ખપત કરતાં ઘણી ઓછી હતી. તેથી લેખકોએ પ્રવાસકથાઓ લખવા પ્રતિ ઝાઝો ઉત્સાહ ન દર્શાવ્યો અને તેમના પ્રકાશન પ્રતિ પ્રકાશકો મહદંશે ઉદાસીન હતા.}}
(૭) અન્ય ભાષાઓમાંથી આદર્શરૂપ અને અનુકરણીય એવી કોઈ નિતાન્ત રમણીય પ્રવાસકથાઓના સુવાચ્ય અનુવાદો ન થયા. પ્રવાસપ્રદેશની પ્રકૃતિ અને માનવીય સૃષ્ટિનો પ્રત્યક્ષવત જીવંત અને આહ્લાદક અનુભવ  કરાવી શકે તેવી કોઈ પ્રવાસકથાને ગુજરાતીમાં ઉતારવામાં ન આવી. અન્ય ભાષાઓમાંથી જે થોડા અનુવાદો થયા તે પ્રધાનતઃ માહિતીલક્ષી પરંપરિત કથાઓના હતા. તેમાં પ્રવાસીઓ જ કેન્દ્રસ્થાને હતા. પ્રવાસપ્રદેશ અને તેનાં માનવીઓ પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ ગયાં હતાં. એટલે, અનુવાદો દ્વારા પણ ગુજરાતીનું પ્રવાસસાહિત્ય-વાર્તા, નવલકથા આદિ-અન્ય સાહિત્ય- સ્વરૂપો જેવું-જેટલું સમૃદ્ધ થઈ શક્યું નહિ. આવાં અનેક કારણોને લઈ ગુજરાતી પ્રવાસસાહિત્ય ઈયત્તાની તુલનાએ ગુણવત્તામાં ઊણું ઊતર્યું.
{{hi|1.5em|(૭) અન્ય ભાષાઓમાંથી આદર્શરૂપ અને અનુકરણીય એવી કોઈ નિતાન્ત રમણીય પ્રવાસકથાઓના સુવાચ્ય અનુવાદો ન થયા. પ્રવાસપ્રદેશની પ્રકૃતિ અને માનવીય સૃષ્ટિનો પ્રત્યક્ષવત જીવંત અને આહ્લાદક અનુભવ  કરાવી શકે તેવી કોઈ પ્રવાસકથાને ગુજરાતીમાં ઉતારવામાં ન આવી. અન્ય ભાષાઓમાંથી જે થોડા અનુવાદો થયા તે પ્રધાનતઃ માહિતીલક્ષી પરંપરિત કથાઓના હતા. તેમાં પ્રવાસીઓ જ કેન્દ્રસ્થાને હતા. પ્રવાસપ્રદેશ અને તેનાં માનવીઓ પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ ગયાં હતાં. એટલે, અનુવાદો દ્વારા પણ ગુજરાતીનું પ્રવાસસાહિત્ય-વાર્તા, નવલકથા આદિ-અન્ય સાહિત્ય- સ્વરૂપો જેવું-જેટલું સમૃદ્ધ થઈ શક્યું નહિ. આવાં અનેક કારણોને લઈ ગુજરાતી પ્રવાસસાહિત્ય ઈયત્તાની તુલનાએ ગુણવત્તામાં ઊણું ઊતર્યું.}}
તેમ છતાં, નિરપેક્ષ દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ સમજાય છે કે ગુજરાતીનું પ્રવાસસાહિત્ય તેના ઊગમકાળથી માંડી આજસુધી સતત વિકસતું રહ્યું છે. વસ્તુ અને નિરૂપણ પરત્વે તેણે નવા નવા ઉન્મેષ દાખવ્યા છે. વિગતલક્ષી -માહિતીલક્ષી બોધક માર્ગદર્શિકાના તેના પ્રારંભિક રૂપમાંથી વિકાસ સાધી તેણે લાલિત્યમય આનંદપ્રદ કલાત્મક રૂપ સિધ્ધ કર્યું છે. દરેક યુગમાં પ્રવાસવૃત્તાન્ત સારી સંખ્યામાં લખાતાં રહ્યાં છે. તેમાં સામાન્ય કૃતિઓની સંખ્યા મોટી છે; તો થોડી છતાં કેટલીક સત્ત્વશીલ કૃતિઓ પણ મળતી રહી છે. સુધારાયુગમાં પણ છેક નિરાશ ન કરે તેવી પ્રવાસકથાઓ- દા.ત. ‘દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી' (દીનશાહ તાલેયારખાં), 'ઇંગ્લાંડમાં પ્રવાસ' (કરસનદાસ મૂળજી), 'ઈગ્લાંડની મુસાફરીનું વર્ણન' (મહીપતરામ નીલકંઠ) વગેરે-મળી છે. પંડિતયુગમાં ઘણી સામાન્ય પ્રવાસકથાઓની સાથે 'કાશ્મીરનો પ્રવાસ' (કલાપી), અને ‘મોદીખાનાથી મારસેલ્સ' તથા 'વિલાયતી વેહેજા’ (જહાંગીર મર્ઝબાન) જેવી વસ્તુ-નિરૂપણ બન્ને દૃષ્ટિએ આહ્લાદક કૃતિઓ પ્રાપ્ત થઈ છે. ગાંધીયુગ તો પ્રવાસસાહિત્યની બાબતમાં ઘણો ફળદ્રુપ પુરવાર થયો છે. સંખ્યા, સત્ત્વ, વૈવિધ્યમાં સમૃધ્ધ પ્રવાસસાહિત્ય સર્જનાર કાકા કાલેલકર આ યુગના સૌથી મોટા પ્રવાસલેખક છે. ‘હિમાલયનો પ્રવાસ' નામની તેમની પ્રવાસકથા ગુજરાતીની એક પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રતિષ્ઠા પામી છે. ભારતીય સાહિત્યની પણ તે એક કીર્તિદા કૃતિ છે. તે સિવાય, 'દક્ષિણાયન' (સુદરમ્), 'પગદંડી' (ધૂમકેતુ), 'પ્રવાસનાં સંસ્મરણો' (રતિલાલ ત્રિવેદી), 'દીઠાં મેં નવાં માનવી' (રવિશંકર રાવળ) વગેરે જેવી અનેક કલાત્મક પ્રવાસકથાઓ ગાંધીયુગમાં મળી છે. સ્વતંત્ર્યોત્તરકાળમાં પણ ઉત્તમ કોટિની કેટલીક પ્રવાસકથાઓ પ્રાપ્ત થઈ છે. ચંદ્રવદન મહેતા કૃત 'ગઠરિયાં' ગ્રંથમાળા અને રસિક ઝવેરી કૃત 'અલગારી રખડપટ્ટી' ગુજરાતીમાં જ નહિ, અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગણના કરી શકાય તેવી નિતાન્ત રમણીય પ્રવાસકથાઓ છે. તેમની સમકાલીન અન્ય કેટલીક પ્રવાસકથાઓ-દા.ત. ‘નવા ગગનની નીચે' (ગુલાબદાસ બ્રોકર), 'જોવી'તી કોતરો ને ‘જોવી'તી કંદરા’ (શિવકુમાર જોશી), 'એક ઝલક જાપાનની' (આબિદ સુરતી) તેમજ 'કૈલાસ' (સ્વામી પ્રણવતીર્થજી), ‘શ્રી કૈલાસદર્શન' (નરભેરામ સદાવ્રતી), 'બરફ રસ્તે બદરીનાથ'(સ્વામી આનંદ), 'ઇશાનભારત અને અંદામાનમાં ટહુક્યા મોર' (ઉમાશંકર જોશી) વગેરે -પણ સ-રસ લલિત કૃતિની જેમ, આંતર-બાહ્ય રૂપમાં આકર્ષક અને આનંદપ્રદ બની છે. આવી-આટલી કલાત્મક પ્રવાસ કથાઓ ધરાવતા ગુજરાતી પ્રવાસસાહિત્યને, વાર્તા નવલકથા કે કવિતા જેવાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનામાં તે ઓછું સમૃધ્ધ હોય તો પણ, અલ્પવિકસિત શી રીતે કહી શકાય? વસ્તુત: તે ઠીકઠીક સમૃધ્ધ છે. તેના ઊગમકાળથી માંડી આજ સુધી તે સતત વિકસતું રહ્યું છે, તે જોતાં સ્વભાવિક રીતે જ એવી આશા બંધાય છે કે તે ભવિષ્યમાં પણ ઇયત્તા, ગુણવત્તા અને વૈવિધ્યમાં વધુને વધુ સમૃધ્ધ થતું રહેશે.

Line 35: Line 35:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વસુદેવ હિંડીઃ કૃતિપરિચયઅનુ
|previous = વસુદેવ હિંડીઃ કૃતિપરિચય
|next = આધુનિકતા અને નારીવાદ
|next = અનુઆધુનિકતા અને નારીવાદ
}}
}}