નારીસંપદાઃ વિવેચન/ક્રોસરોડ: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|‘ક્રૉસરોડ': પરિપક્વ ભાવ-વિચારસૃષ્ટિ અને કસાયેલી અભિવ્યક્તિમાંથી નીપજેલું નવનીત|સોનલ પરીખ}}
<big><big>'''૩૩'''</big></big>
 
<center><big><big>'''‘ક્રૉસરોડ': પરિપક્વ ભાવ-વિચારસૃષ્ટિ અને કસાયેલી અભિવ્યક્તિમાંથી નીપજેલું નવનીત '''</big><br>
સોનલ પરીખ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ભાઈ, તમે સ્વાતંત્ર્યસેનાની છો, એનું પ્રમાણપત્ર બતાવીએ તો મારા બેચાર માર્ક વધે અને મને એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે.' આજથી ચાલીસ વર્ષ પહેલાં મારા એક મિત્રે તેમના પિતાને કહ્યું અને ભાગ્યે જ ગુસ્સે થતા પિતા ખૂબ ખિજાઈ ગયા, ‘આવા—તેવા લાભ માટે અમે લડ્યા ન હતા. તને તારા માર્ક્સ પર જેમાં પ્રવેશ મળે એ ભણજે. આવું વિચારતાં શરમ ન આવી?' પછી તો એ મિત્ર પોતાના માર્ક્સ પર એન્જિનિયર થયા, પણ આ વાત તેમણે મને કરી ત્યારે હું છક થઈ ગઈ હતી. ક્યાં ગયા આવા લોકો? ક્યાં ગયા આવા સિદ્ધાંતો? ક્યાં ગયો આ દેશપ્રેમ? ક્યાં ગયાં એ મૂલ્યો ? હજારો-લાખો લોકોનાં અમૂલ્ય- અવર્ણનીય બલિદાનોથી મળેલી આઝાદીનું આપણે શું કરી રહ્યા છીએ? સિદ્ધહસ્ત નવલકથાકાર વર્ષા અડાલજાની નવલકથા 'ક્રૉસરોડ' વાંચી મને ફરી આ વાત યાદ આવી ગઈ. રાષ્ટ્રના ઝાંખા પડતા ખમીર માટે ફરી એક વાર જીવ બળી ગયો. ૫૬૦ પાનાંની નવલકથા ‘ક્રૉસરોડ'માં સ્વાતંત્ર્ય પૂર્વેના સમયની પશ્ચાદ્ભૂમિકા છે, સ્વાતંત્ર્ય પછીના દાયકાઓમાં ઝડપથી ઝંખવાયેલા રાષ્ટ્રીય ખમીરનું ચિત્રણ છે, સાથે છેલ્લા દાયકાઓમાં પલટા લઈ ગયેલા સમાજજીવનની ઝાંખી પણ છે અને એટલે તેનું ભારોભાર દસ્તાવેજી મૂલ્ય પણ છે, છતાં આ છે નવલકથા. એક રસભરી, જકડી રાખતી, હસાવતી-રડાવતી-રોમાંચિત કરતી નવલકથા. ‘હું વાર્તાકાર છું અને મારે વાર્તા કહેવી છે.’ વર્ષાબહેન કહે છે.