છંદોલય ૧૯૪૯/તને ચ્હાતાં ચ્હાતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
તને ચ્હાતાં ચ્હાતાં
(+1) |
m (Meghdhanu moved page છંદોલય ૧૯૪૯ /તને ચ્હાતાં ચ્હાતાં to છંદોલય ૧૯૪૯/તને ચ્હાતાં ચ્હાતાં without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 23:52, 22 March 2024
તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!
હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ! ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!
૧૯૪૮