બૃહદ છંદોલય-અન્ય/ક્યાંથી ટકે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 20: Line 20:
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ક્યાંથી ટકે?
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = ઉમાશંકરને(સાઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે)
|next = પ્રિયતમ મારો
}}
}}

Latest revision as of 01:04, 28 March 2024

ક્યાંથી ટકે?

એકાંત!
મારો ખંડ સૂનો શાંત!
ને સામાન તો બસ આટલો –
બે ચાર ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો,
ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં, જે દિવસભર વાંચવાં;
કાગળ કલમ ને વીજદીવો, રાતભર હા, કાવ્ય સાથે રાચવા;
શું શાંત આ એકાંત!
એમાં એક આ જે ચિત્ત તે ના ક્લાંત;
જે કલ્લાક ચોવીસે પૂરા ચાલે; અને આ સાથ ચાલે કાળ,
જાણે હોડ મારા ચિત્તની સાથે બકે
તે એક આ ‘ટક, ટક!’ કહે ઘડિયાળ;
કિન્તુ માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના
ટેકા વિના ક્યાંથી ટકે?

૧૯૫૮