પુનશ્ચ/જેને ‘મારું’ કહી શકું: Difference between revisions
Jump to navigation
Jump to search
જેને ‘મારું’ કહી શકું
(Created page with "{{SetTitle}} <center><big><big>'''જેને ‘મારું’ કહી શકું'''</big></big></center> <poem> મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું, જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું. ભલેને એનામાં મારા જેવી અધૂરપો હો...") |
No edit summary |
||
Line 18: | Line 18: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = તમે જો ન | |previous = તમે જો ન હો | ||
|next = | |next = તમે ધ્રુવ, તમે ધરી | ||
}} | }} |
Latest revision as of 00:12, 29 March 2024
મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.
ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.
જે મારા એકાન્તની એકલતાને સહી શકે,
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.
૨૦૦૭