સિગ્નેચર પોયમ્સ/હરિનાં દર્શન – કવિ ન્હાનાલાલ: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી : | મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી : | ||
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. | એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. | ||
શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં : | શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં : | ||
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં. | નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં. | ||
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા : | પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા : | ||
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા. | નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા. | ||
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે : | નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે : | ||
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે. | નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે. | ||
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા : | જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા : | ||
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા. | બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા. | ||
પણ પૃથ્વીના પડળો રે, શી ગમ ત્હેને ચેતનની? | પણ પૃથ્વીના પડળો રે, શી ગમ ત્હેને ચેતનની? | ||
જીવે સો વર્ષ ઘુવડ રે, શી ગમ ત્હો યે કંઈ દિનની | જીવે સો વર્ષ ઘુવડ રે, શી ગમ ત્હો યે કંઈ દિનની | ||
સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી : | સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી : | ||
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી. | જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી. | ||
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્ય્હારે ઊઘડશે? | પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્ય્હારે ઊઘડશે? | ||
આવાં ઘોર અંધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે? | આવાં ઘોર અંધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે? | ||
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા : | નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા : | ||
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા. | નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા. | ||
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી : | આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી : | ||
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ. | એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ. |
Latest revision as of 02:26, 19 April 2024
કવિ ન્હાનાલાલ
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી :
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં :
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા :
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે :
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા :
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા.
પણ પૃથ્વીના પડળો રે, શી ગમ ત્હેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, શી ગમ ત્હો યે કંઈ દિનની
સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્ય્હારે ઊઘડશે?
આવાં ઘોર અંધારાં રે પ્રભુ! ક્ય્હારે ઊતરશે?
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા :
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી :
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.