કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સૂણો રે સુરતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૪. સૂણો રે સુરતા
(+1) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 11: | Line 11: | ||
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા, | {{gap}} સૂણો રે સૂણો રે સુરતા, | ||
સોહવીએ આ માનવનો અવતાર જી. | સોહવીએ આ માનવનો અવતાર જી. | ||
અમે રે વગડાઉ વનના વાયરા, | અમે રે વગડાઉ વનના વાયરા, | ||
{{gap|3em}} તમે રે ફૂલડાંની સુગંધ, | {{gap|3em}} તમે રે ફૂલડાંની સુગંધ, | ||
Line 17: | Line 18: | ||
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા, | {{gap}} સૂણો રે સૂણો રે સુરતા, | ||
સોહવીએ આ માનવ-મનખા-બંધ જી. | સોહવીએ આ માનવ-મનખા-બંધ જી. | ||
તમે રે નખલી છો મારા નાથની, | તમે રે નખલી છો મારા નાથની, | ||
{{gap|3em}} અમે રે તંબૂર કેરા તાર, | {{gap|3em}} અમે રે તંબૂર કેરા તાર, | ||
Line 23: | Line 25: | ||
{{gap}} સૂણો રે સૂણો રે સુરતા, | {{gap}} સૂણો રે સૂણો રે સુરતા, | ||
સોહવીએ આ ચેતનનો અવતાર જી. | સોહવીએ આ ચેતનનો અવતાર જી. | ||
અમે રે અંધારા ઘરનું કોડિયું, | અમે રે અંધારા ઘરનું કોડિયું, | ||
{{gap|3em}} તમે છો જ્યોતિવાળી વાટ, | {{gap|3em}} તમે છો જ્યોતિવાળી વાટ, |
Latest revision as of 01:20, 31 May 2024
અમે રે માટી કેરાં કૂલડાં,
તમે રે પાણી કેરી ધાર,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર.
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવનો અવતાર જી.
અમે રે વગડાઉ વનના વાયરા,
તમે રે ફૂલડાંની સુગંધ,
ન્યારા રે હશું તો જાશું થાનકે,
ખેરવશું નહિ અધવચ પંથ;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવ-મનખા-બંધ જી.
તમે રે નખલી છો મારા નાથની,
અમે રે તંબૂર કેરા તાર,
સ્વર જો સુહાગી ઊઠે ધન્ય તો,
નહીંતર વૃથા અમ ઝણકાર;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ ચેતનનો અવતાર જી.
અમે રે અંધારા ઘરનું કોડિયું,
તમે છો જ્યોતિવાળી વાટ,
તેલ છે અજરામર મારા નાથનું,
હળીમળી ઉજાળીએ ઘાટ;
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ વિશ્વંભરનો પાટ જી.
(રામરસ, પૃ. ૫૭)