ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/સુરેશ ફૂલચંદ ગાંધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
કવિ શ્રી સુરેશ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમા વાંકાનેર પાસેના મકનસર ગામે તા. ૫-૧-૧૯૧૨ના રોજ થયો હતો. પિતાનું નામ ફૂલચંદ જેરાજ ગાંધી અને માતાનું નામ ઝબકબહેન. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક જૈન છે. તેમનાં પત્નીનું નામ હંસાબહેન.

પ્રાથમિક શિક્ષણ કરાંચીની રબારી સ્કૂલમાં અને માધ્યમિક શિક્ષણ કરાંચીની એન. જે. હાઈસ્કૂલમાં લઈને ત્યાંની સિંધ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી. એ. (ઓનર્સ) થયા. કરાંચીમાં તેઓ મોટાભાઈ ઇન્દુલાલ ગાંધી અને પિતાજી સાથે વેપાર કરતા હતા, પરંતુ પાકિસ્તાનની રચના થયા બાદ તેઆ ગુજરાતમાં આવ્યા. અત્યારે તેઓ વડોદરાથી પ્રગટ થતા ‘લોકસત્તા' દૈનિકમાં સહતંત્રી તરીકે કાર્ય કરે છે, અને એ પત્રનો સાહિત્યવિભાગ સંભાળે છે. લેખનપ્રવૃત્તિને તેમનો આ વ્યવસાય અંતરાયરૂપ બનતો નથી, બલકે એમાંથી એમને પ્રેરણા પણ મળે છે અને નૂતન રાજકીય અને સાહિત્યિક પ્રવાહોથી જાગ્રત રહે છે. સાહિત્ય ઉપરાંત કલામંડળો, નાટ્યમંડળો અને સામાજિક પ્રવૃત્તિઓમાંથી પણ એમને પોતાના સર્જન માટે ઘણી સામગ્રી મળી રહે છે.

શ્રી કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ અને ટાગોરનાં સર્જનોએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. કરાંચીમાં વેપાર કરતા હતા ત્યારે લેખકની મંડળી મળતી, અને એમાંથી કાવ્યો અને નાટકો’ લખવાની પ્રેરણા શ્રી ગાંધીને મળેલી. મુંબઈની પ્યુપિલ્સ ઑન સ્કૂલની કલામંડળી ટાગોરની નૃત્યનાટિકાઓ કરાંચીમાં ભજવવા આવેલ એ વખતે એ નાટકો જોઈ શ્રી ગાંધીએ ઘણાં નૃત્યનાટકો અને સંગીતનાટકો લખેલાં અને તે ભજવાયેલાં પણ ખરાં.
શ્રી કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ અને ટાગોરનાં સર્જનોએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. કરાંચીમાં વેપાર કરતા હતા ત્યારે લેખકની મંડળી મળતી, અને એમાંથી કાવ્યો અને નાટકો લખવાની પ્રેરણા શ્રી ગાંધીને મળેલી. મુંબઈની પ્યુપિલ્સ ઑન સ્કૂલની કલામંડળી ટાગોરની નૃત્યનાટિકાઓ કરાંચીમાં ભજવવા આવેલ એ વખતે એ નાટકો જોઈ શ્રી ગાંધીએ ઘણાં નૃત્યનાટકો અને સંગીતનાટકો લખેલાં અને તે ભજવાયેલાં પણ ખરાં.
પોતાની લેખનપ્રવૃત્તિ દ્વારા માનવપ્રેમ, વિશ્વબંધુત્વ, માનવતા વગેરે પ્રગટાવવા તેઓ મથે છે. માનવીની જીવન માટેની શ્રદ્ધા અને મુશ્કેલીઓ સામેનું તેનું યુદ્ધ જોઈ તેને તેઓ બિરદાવે છે. ટૂંકમાં, માનવજીવનને પરિપૂર્ણ કરે એવાં જીવનમૂલ્યો અને આદર્શ પ્રગટાવવાનો એમના લેખનનો ઉદ્દેશ છે. શ્રી મુનશી અને ટાગોર અનુક્રમે એમની કૃતિઓમાંની કૌતુકપ્રિયતા તથા ઉચ્ચ માનવભાવના અને રાષ્ટ્રભાવનાને કારણે એમના પ્રિય લેખકો છે, તો જીવનમાં સનાતન સત્યો અને ચિરંતન ભાવોનું નૂતનરૂપે પ્રકટીકરણ કરતી ‘ગીતાંજલિ' એમની પ્રિય સાહિત્યકૃતિ છે. પોતાના જીવનનાં સ્વપ્નો અને ભાવનાઓ કવિતામાં યોગ્ય રીતે રજૂ કરી શકતા હોવાથી કાવ્ય એ એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. કવિતા, નાટક અને નવલિકાનું ગુજરાતી, હિંદી કે અંગ્રેજીમાં પ્રગટ થતું સાહિત્ય તેઓ વાંચે છે અને એ દ્વારા આધુનિક સર્જનના પ્રવાહથી પરિચિત રહે છે.

એમનો પ્રથમ નવલિકાસંગ્રહ 'આરતી' ગલિયારા પારિતોષિક પામ્યો હતો અને એમના એકાંકી નાટ્યસંગ્રહ ‘વૌઠાનો મેળો'ને હરિજન લીગ તરફથી તેમ જ મુંબઈ સરકાર તરફથી અને ‘ડોલરિયો દેશ' ને પણ સરકાર તરફથી ઇનામો મળ્યાં છે. કવિતા, ટૂંકી વાર્તા, નાટક અને જીવનચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં એમણે કલમ ચલાવી છે. ત્રીશીના આ લેખકે કવિતા અને નાટ્યક્ષેત્રે કરેલું અર્પણ નોંધપાત્ર છે. એમણે રેડિયો માટે મોટી સંખ્યામાં રૂપકો લખ્યાં છે અને રંગમંચ પર પણ એમનાં ઘણાં એકાંકીઓ અને સંગીત નૃત્યનાટકો ભજવાયાં છે.
એમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘આરતી' ગલિયારા પારિતોષિક પામ્યો હતો અને એમના એકાંકી નાટ્યસંગ્રહ ‘વૌઠાનો મેળો'ને હરિજન લીગ તરફથી તેમ જ મુંબઈ સરકાર તરફથી અને ‘ડોલરિયો દેશ' ને પણ સરકાર તરફથી ઇનામો મળ્યાં છે. કવિતા, ટૂંકી વાર્તા, નાટક અને જીવનચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં એમણે કલમ ચલાવી છે. ત્રીશીના આ લેખકે કવિતા અને નાટ્યક્ષેત્રે કરેલું અર્પણ નોંધપાત્ર છે. એમણે રેડિયો માટે મોટી સંખ્યામાં રૂપકો લખ્યાં છે અને રંગમંચ પર પણ એમનાં ઘણાં એકાંકીઓ અને સંગીત નૃત્યનાટકો ભજવાયાં છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 34: Line 34:
{{gap}}પ્રકાશક : સ્મૃતિ સાહિત્ય મંદિર, વિરાર.
{{gap}}પ્રકાશક : સ્મૃતિ સાહિત્ય મંદિર, વિરાર.
</poem>
</poem>
{{right|'''સરનામું :''' ઉત્તમચંદ ઝવેરી પોળ, પાણીગેટ રોડ. વડોદરા..}}<br>
{{right|'''સરનામું :''' ઉત્તમચંદ ઝવેરી પોળ, પાણીગેટ રોડ. વડોદરા.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શિવકુમાર ગિરિજાશંકર જોશી
|previous = શિવકુમાર ગિરિજાશંકર જોશી
|next = હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી
|next = હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી
}}
}}

Latest revision as of 01:57, 29 June 2024

સુરેશ ફૂલચંદ ગાંધી

[૫-૧-૧૯૧૨]

કવિ શ્રી સુરેશ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમા વાંકાનેર પાસેના મકનસર ગામે તા. ૫-૧-૧૯૧૨ના રોજ થયો હતો. પિતાનું નામ ફૂલચંદ જેરાજ ગાંધી અને માતાનું નામ ઝબકબહેન. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક જૈન છે. તેમનાં પત્નીનું નામ હંસાબહેન. પ્રાથમિક શિક્ષણ કરાંચીની રબારી સ્કૂલમાં અને માધ્યમિક શિક્ષણ કરાંચીની એન. જે. હાઈસ્કૂલમાં લઈને ત્યાંની સિંધ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી. એ. (ઓનર્સ) થયા. કરાંચીમાં તેઓ મોટાભાઈ ઇન્દુલાલ ગાંધી અને પિતાજી સાથે વેપાર કરતા હતા, પરંતુ પાકિસ્તાનની રચના થયા બાદ તેઆ ગુજરાતમાં આવ્યા. અત્યારે તેઓ વડોદરાથી પ્રગટ થતા ‘લોકસત્તા' દૈનિકમાં સહતંત્રી તરીકે કાર્ય કરે છે, અને એ પત્રનો સાહિત્યવિભાગ સંભાળે છે. લેખનપ્રવૃત્તિને તેમનો આ વ્યવસાય અંતરાયરૂપ બનતો નથી, બલકે એમાંથી એમને પ્રેરણા પણ મળે છે અને નૂતન રાજકીય અને સાહિત્યિક પ્રવાહોથી જાગ્રત રહે છે. સાહિત્ય ઉપરાંત કલામંડળો, નાટ્યમંડળો અને સામાજિક પ્રવૃત્તિઓમાંથી પણ એમને પોતાના સર્જન માટે ઘણી સામગ્રી મળી રહે છે. શ્રી કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ અને ટાગોરનાં સર્જનોએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. કરાંચીમાં વેપાર કરતા હતા ત્યારે લેખકની મંડળી મળતી, અને એમાંથી કાવ્યો અને નાટકો લખવાની પ્રેરણા શ્રી ગાંધીને મળેલી. મુંબઈની પ્યુપિલ્સ ઑન સ્કૂલની કલામંડળી ટાગોરની નૃત્યનાટિકાઓ કરાંચીમાં ભજવવા આવેલ એ વખતે એ નાટકો જોઈ શ્રી ગાંધીએ ઘણાં નૃત્યનાટકો અને સંગીતનાટકો લખેલાં અને તે ભજવાયેલાં પણ ખરાં. પોતાની લેખનપ્રવૃત્તિ દ્વારા માનવપ્રેમ, વિશ્વબંધુત્વ, માનવતા વગેરે પ્રગટાવવા તેઓ મથે છે. માનવીની જીવન માટેની શ્રદ્ધા અને મુશ્કેલીઓ સામેનું તેનું યુદ્ધ જોઈ તેને તેઓ બિરદાવે છે. ટૂંકમાં, માનવજીવનને પરિપૂર્ણ કરે એવાં જીવનમૂલ્યો અને આદર્શ પ્રગટાવવાનો એમના લેખનનો ઉદ્દેશ છે. શ્રી મુનશી અને ટાગોર અનુક્રમે એમની કૃતિઓમાંની કૌતુકપ્રિયતા તથા ઉચ્ચ માનવભાવના અને રાષ્ટ્રભાવનાને કારણે એમના પ્રિય લેખકો છે, તો જીવનમાં સનાતન સત્યો અને ચિરંતન ભાવોનું નૂતનરૂપે પ્રકટીકરણ કરતી ‘ગીતાંજલિ' એમની પ્રિય સાહિત્યકૃતિ છે. પોતાના જીવનનાં સ્વપ્નો અને ભાવનાઓ કવિતામાં યોગ્ય રીતે રજૂ કરી શકતા હોવાથી કાવ્ય એ એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. કવિતા, નાટક અને નવલિકાનું ગુજરાતી, હિંદી કે અંગ્રેજીમાં પ્રગટ થતું સાહિત્ય તેઓ વાંચે છે અને એ દ્વારા આધુનિક સર્જનના પ્રવાહથી પરિચિત રહે છે. એમનો પ્રથમ નવલિકાસંગ્રહ ‘આરતી' ગલિયારા પારિતોષિક પામ્યો હતો અને એમના એકાંકી નાટ્યસંગ્રહ ‘વૌઠાનો મેળો'ને હરિજન લીગ તરફથી તેમ જ મુંબઈ સરકાર તરફથી અને ‘ડોલરિયો દેશ' ને પણ સરકાર તરફથી ઇનામો મળ્યાં છે. કવિતા, ટૂંકી વાર્તા, નાટક અને જીવનચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં એમણે કલમ ચલાવી છે. ત્રીશીના આ લેખકે કવિતા અને નાટ્યક્ષેત્રે કરેલું અર્પણ નોંધપાત્ર છે. એમણે રેડિયો માટે મોટી સંખ્યામાં રૂપકો લખ્યાં છે અને રંગમંચ પર પણ એમનાં ઘણાં એકાંકીઓ અને સંગીત નૃત્યનાટકો ભજવાયાં છે.

કૃતિઓ
૧. આરતી : મૌલિક, નવલિકા; પ્ર. સાલ ૧૯૩૫.
પ્રકાશક : નવચેતન કાર્યાલય, અમદાવાદ.
૨. નંદિતા : મૌલિક, વાર્તા; પ્ર. સાલ ૧૯૩૮.
પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ.
૩. વરદાન : મૌલિક, કાવ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૪૪.
પ્રકાશક : પોતે.
૪. ગીત હોરી અને બીજાં નાટકો : મૌલિક, એકાંકી; પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ.
૫. અરુણા અસફઅલી : મોલિક, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૬.
૬. શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત : મૌલિક, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૬.
૭. પ્રિયમિલન : અનુવાદ (બંગાળીમાંથી), નવલકથા; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક (૫થી ૭) : એન. એમ. ઠક્કરની કુાં., મુંબઈ.
૮. સૂરગંગા : મૌલિક, ગીતસંગ્રહ: પ્ર. સાલ ૧૯૫૪.
પ્રકાશક : પોતે.
૯. વૌઠાનો મેળો : મૌલિક, એકાંકીસંગ્રહ, પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૦. રંગલહરી : મૌલિક, એકાંકીસંગ્રહ, પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક : હરિહર પુસ્તકાલય, સૂરત.
૧૧. ડોલરિયો દેશ : મૌલિક, દ્વિઅંકી નાટક; પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : માહિતી અને પ્રકાશન ખાતું, મુંબઈ સરકાર.
૧૨. આત્મચક્ષુ : મૌલિક, નવલિકાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : સ્મૃતિ સાહિત્ય મંદિર, વિરાર.

સરનામું : ઉત્તમચંદ ઝવેરી પોળ, પાણીગેટ રોડ. વડોદરા.