કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૯. મુંબઈનગરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૮. કલાકોથી | ૨૮. કલાકોથી]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૦. આધુનિક અરણ્ય | ૩૦. આધુનિક અરણ્ય]]
}}

Latest revision as of 12:12, 4 September 2021

૨૯. મુંબઈનગરી

નિરંજન ભગત

ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!

જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!

સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!

રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!

(બૃહદ છંદોલય, પૃ. ૨૦૧)