જનાન્તિકે/છત્રીસ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} ઘણી વાર આ અસ્થિપિંજરની અંદર પુરા...") |
(+નેવિગેશન ટૅબ) |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે : દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાના જળને ડહોળી મૂકતાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો, બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઉછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અંતે એનો ઉચ્છ્વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યા કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = પાંત્રીસ | |||
|next = સાડત્રીસ | |||
}} |
Latest revision as of 01:50, 8 August 2023
સુરેશ જોષી
ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે : દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાના જળને ડહોળી મૂકતાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો, બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઉછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અંતે એનો ઉચ્છ્વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યા કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે.