રમણીક સોમેશ્વરની કવિતા/અધૂરો કંપિત કાંડ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
લાવા ઓકતા જ્વાળામુખી પર | લાવા ઓકતા જ્વાળામુખી પર | ||
{{gap|8em}}ઊ | {{gap|8em}}ઊ | ||
{{gap|8em}} ભી | {{gap|8em}}ભી | ||
{{gap|8em}}ને | {{gap|8em}}ને | ||
લખી શકું | લખી શકું |
Latest revision as of 15:37, 21 August 2024
૩૨. અધૂરો કંપિત કાંડ
૧
લાવા ઓકતા જ્વાળામુખી પર
ઊ
ભી
ને
લખી શકું
તો લખું હવે કવિતા
બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો
ક્યાંથી લાવું લય?
ભાષા!
પૃથ્વીના પેટાળમાં
માઈલો ઊંડે ચાલતા કંપનમાં
અટવાઈ ગઈ છે
એ ભાષાની
આપો મને લિપિ
મારું ચાલે તો
એક ઝીણી લકીરમાં ચીતરુું આકાશ
ધરતી-સમુદ્ર-આકાશને
હવે હું જુદાં નથી પાડી શકતો!
૨
કાટમાળનો ઢગલો
ને પાસે
તાજી વિયાએલી બિલાડી
ઓહ!
બિલાડીની આંખોમાં
ચકરાવા લેતું
અગાધ
ઊંડાણ!