રમણીક સોમેશ્વરની કવિતા/અમથાજી તો ભાળી ગ્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(પ્રૂફ) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ | અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ | ||
કહી કહીને તમે હવે શું કહેશો બોલો સાંઈ! | કહી કહીને તમે હવે શું કહેશો બોલો સાંઈ! | ||
Line 12: | Line 11: | ||
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ | અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ | ||
સાંઈ તમે શું કહેશો! બોલો, બોલોને | સાંઈ તમે શું કહેશો! બોલો, બોલોને કંઈ બોલ | ||
અમથાજીના બંધ કાનમાં વાગે ધીમા ઢોલ | અમથાજીના બંધ કાનમાં વાગે ધીમા ઢોલ | ||
ને મસ્તકમાં લબકારા | ને મસ્તકમાં લબકારા મારે તડતડતી રાઈ | ||
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ | અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ | ||
Latest revision as of 16:03, 9 September 2024
૪૭. અમથાજી તો ભાળી ગ્યા
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ
કહી કહીને તમે હવે શું કહેશો બોલો સાંઈ!
સાંબેલાની ધારે ધારે સાત સૂરોને શોધે
ચેં-ચાં-ચૂં-ચૂં કાંઈ ન વાગે, પછી ભરાયા ક્રોધે
ઘડીક ફૂંકે, ઘડીક થૂંકે, ઘડીક કરતા કાંઈ
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ
સાંઈ તમે શું કહેશો! બોલો, બોલોને કંઈ બોલ
અમથાજીના બંધ કાનમાં વાગે ધીમા ઢોલ
ને મસ્તકમાં લબકારા મારે તડતડતી રાઈ
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ
લઈ સોડમાં સાંબેલું ભૈ અમથાજી તો સૂતા
મસ્તક પાસે મૂકી દીધાં વરસો જૂનાં જૂતાં
ત્યાં ઊડીને ઢીંચણ ઉપર બેઠી એક બગાઈ
અમથાજી તો ભાળી ગ્યા સાંબેલામાં શરણાઈ