રમણીક સોમેશ્વરની કવિતા/કોણે તોડ્યાં મેઘધનુષ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+૧) |
||
Line 10: | Line 10: | ||
આકાશે લઈ જઈને | આકાશે લઈ જઈને | ||
વનરાજીના અંધારામાં | વનરાજીના અંધારામાં | ||
કાલવીને | |||
પહાડોની ટોચે | પહાડોની ટોચે | ||
ઘસી ઘસીને | ઘસી ઘસીને |
Latest revision as of 16:06, 9 September 2024
૫૯. કોણે તોડ્યાં મેઘધનુષ્યો
ટીપેટીપે
સમુદ્રો ભરીને
અને પછી
ધીમી આંચે
એ સમુદ્રોને
આકાશે લઈ જઈને
વનરાજીના અંધારામાં
કાલવીને
પહાડોની ટોચે
ઘસી ઘસીને
આંસુ પ્રસ્વેદ અને
લોહીના રંગોમાં ઝબોળીને
રચ્યાં હતાં
જે અમે
એ મેઘધનુષ્યો
કોણે તોડ્યાં!