રમણીક સોમેશ્વરની કવિતા/આપણી ભાષા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(પ્રૂફ) |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
૧ | ૧ | ||
બાળા ગોળીનું | બાળા ગોળીનું ઘારણ | ||
અને તન્દ્રાનું મારણ | અને તન્દ્રાનું મારણ | ||
છેવટે તો આપણું ધારણ | છેવટે તો આપણું ધારણ |
Latest revision as of 16:07, 9 September 2024
૬૧. આપણી ભાષા
૧
બાળા ગોળીનું ઘારણ
અને તન્દ્રાનું મારણ
છેવટે તો આપણું ધારણ
આપણી ભાષા
૨
આપણા ગભરામાં
ઝબકતું અજવાળું
આપણી ખીણોમાં
ગૂંજતો નાદ
પહાડો વચ્ચે
પડઘાતો સાદ
જળ થળ વાયુ આગને
અંડોળતું આભ
આપણી ભાષા
૩
આપણે ઓઢાડેલાં
બધાં આવરણ ઉતારી
રોજે રોજ
આપણી ભીતરના
અચંબા ઉઘાડતી
આપણી ભાષા
૪
બારાખડી વિનાની
બધી જ બોલીઓ
અને બધી જ ભાષાઓની
બારાખડીઓનો
ઊછરતો લય
આપણી ભાષા
૫
સુકાયેલી જીભ
અને
ચોળાયેલો કાગળ લઈ
બેઠા હોઈએ ટેબલ પાસે
ત્યારે
આપાણી ભીનપને
ફણગાવી ફણગાવી ને
આપણને
તાજા રાખતી
આપણી ભાષા