અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/શતદલ પદ્મમાં પોઢેલો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 22: | Line 22: | ||
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો. | હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો. | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1c/Shatdal_padmmaa.mp3 | |||

ન્હાનાલાલ દ. કવિ • શતદલ પદ્મમાં પોઢેલો • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અમર ભટ્ટ | |||

{{HeaderNav2 | |||
|previous = હરિનાં દર્શન | |||
|next = અનંતદર્શન | |||

Latest revision as of 12:06, 19 October 2021
શતદલ પદ્મમાં પોઢેલો
ન્હાનાલાલ દ. કવિ
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ;
શોધી રસકુંજ જ્યાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
દીઠો ન દુનિયા ફોરેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીત સોહામણો,
પંખીડે પંખીડે પઢેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
અડધેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને
આસવ ઢોળિયો અમોલો :
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવનપરાગ જગતઘેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
ન્હાનાલાલ દ. કવિ • શતદલ પદ્મમાં પોઢેલો • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અમર ભટ્ટ