રાજેન્દ્ર પટેલની કવિતા/પતંગ (૧, ૨, ૪): Difference between revisions
(+1) |
(+1) |
||
Line 59: | Line 59: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કબૂતર (૧, ૨, ૧૫, ૧૬) | ||
|next = | |next = દર્પણ (૧, ૩) | ||
}} | }} |
Latest revision as of 02:06, 25 August 2024
એ કાપ્યો છે... એ કાપ્યો છે...
કપાતા પતંગે એ બૂમો સાંભળી.
તે સ્વગત બોલ્યો :
હું તો જોડાઉં છું
આખા આભ જોડે.
૦
પતંગ કપાયા પછી જોડાય છે
એટલે એ વાસ્તવમાં કપાતો જ નથી.
એ ઊડવામાં ને ઊડવામાં
ભૂલી જાય છે પોતાનાં
રંગ, રૂપ ને આકાર
ને ફક્ત ઊડ્યા કરે છે સતત.
ઘણીવાર ન ઊડતો હોવા છતાં
પવનનો પર્યાય બની જતો હોય છે
એટલે પતંગ નીચે હોય કે આભમાં
એ જીવતો હોય છે સઘળા પદાર્થોમાં.
૦
પંખી પૂછે પતંગને :
તારે મુક્ત થવું છે મારી માફક?
એણે કપાતા પતંગને બતાવી કહ્યું :
ક્યારેક તો હું મુક્ત થવાનો જ છું
વાદળ પતંગને પૂછે છે : એ, તારે વરસવું છે?
જેનો કપાઈ ગયો છે પતંગ, એને બતાવી કહ્યું :
હું વરસું છું એની ભીતરમાં.
પવન પતંગને પૂછે છે : થવું છે પવન?
પોતાને બાંધેલી દોરી બતાવી કહે :
ઝાલી છે આંગળી મેં પૃથ્વીની.
આભે પતંગને પૂછ્યું : બનવું છે આભ?
એણે પતંગ ઉડાડતા બાળકને બતાવી કહ્યું :
છવાયો છું આકાશ બની એની આંખમાં.
એવામાં એ તો કપાયો.
ખરતા પીંછાએ પૂછ્યું : આવવું છે પાછું નીચે?
એ ચૂપ જ રહ્યો.
નીચે ઊતરતાં ઝાડમાં ભરાયો.
વૃક્ષ કહે : બનવું છે મારું ફળ?
ત્યાં પવન આવ્યો
એ નીચે પડ્યો ન પડ્યો અને
એક બાળકે ઉપાડી લીધો,
ને છાતી સરસો ચાંપ્યો.
આ જોઈને વાયુ, વાદળ ને આભ
પવન, પંખી ને વૃક્ષ
સૌ પતંગ થવા તલસે છે.