અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સગીર’/હોવી જોઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)}}
{{Right|(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/મરજીવિયા | મરજીવિયા]]  | સમુદ્ર ભણી ઊપડયા કમરને કસી રંગથી ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મોહિનીચંદ્ર/મથન | મથન]]  | ધૂમ્રે, ધૂળે, ધરાને ઊડત રજરજે, અબ્ધિના ઉમ્બરોમાં,]]
}}

Latest revision as of 09:46, 20 October 2021


હોવી જોઈએ

સગીર

સાંભળવા પાત્ર તમારી સભા હોવી જોઈએ,
સંભળાવવા જો મારી કથા હોવી જોઈએ.

શોધું છું એ ગુનાઓ હું તૌબાના શોખમાં,
તૌબાય શોભે એવી ખતા હોવી જોઈએ.

મંજિલ ભલે મળે ન મળે રાહબર! મને,
પણ પંથ ચાલવામાં મઝા હોવી જોઈએ.

મરજી વિના હું થઈ ગયો છું એમનો સદા,
ક્‌હેવું જ પડશે કૈંક કલા હોવી જોઈએ.

કોણે કહ્યું કે મસ્તની મહેફિલમાં આવતાં,
વ્હેવાર ને નિયમની પ્રથા હોવી જોઈએ.

મુજથી ખતા થઈ, ન કરી તેં મને સજા,
તારી મને ક્ષમા જ સજા હોવી જોઈએ.

મોજાં ઊછળતાં જળ મહીં ક્યાંથી ભલા કહો!
સાગર મહીં કોઈની યુવા હોવી જોઈએ.

તુજ રૂપની પ્રશંસા નવાં રૂપથી કરું,
પણ ચાહું છું કે તારી રજા હોવી જોઈએ.

કષ્ટો કરે સલામ ને સંજોગ પણ નમન,
એવી જ યુવકોની યુવા હોવી જોઈએ.

મરજી ફરી પ્રયાણની ઝડપી બની, ’સગીર’!
લાગે છે કો’ નવી જ દિશા હોવી જોઈએ.

(મુખોમુખ, ૧૯૯૩, પૃ. ૧૦)