અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/હાલો હાલો, માનવીઓ! મેળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 27: Line 27:
{{space}}છોરું એવાં દેજો. — માનવીઓ.
{{space}}છોરું એવાં દેજો. — માનવીઓ.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/સુખડ ઘસાઈ ગઈ | સુખડ ઘસાઈ ગઈ]]  | પેઢીઉં ઘસાઈ ગઈ રે... સુખડની પાણા પરે રે...]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/ભગ્ન સ્વપ્નની નાવ  | ભગ્ન સ્વપ્નની નાવ ]]  | મારી નાવ કરે કો પાર? ]]
}}

Latest revision as of 10:18, 20 October 2021


હાલો હાલો, માનવીઓ! મેળે

દુલા ભાયા ‘કાગ’

હાલો હાલો, માનવીઓ! મેળે…
હાલો હાલો, મનખડાં મેળે
         મેળામાં મારા મનના માનેલ છે. હાલો.

ઈ રે મેળામાં એક આંટિયાળી પાઘડી
એ…એના ઓડીઆંના ઠાઠ પર તનડાં ઓવારું
         હું મનડાં નિચોવું. — માનવીઓ.

ઈ રે મેળામાં એક ઘોડલાં ઘુમાવતો
એ… એના ડાબલાના તાલ મારાં હૈડાં હસાવે
         મારાં મનડાં નચાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક મોરલડી વાગતી
એ…એના રાગ મુને વાદણ બનાવે
         કોઈ જોગણ બનાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક પાવાની ધૂન છે
એ… એના પાવાના સાદ ઘણા મીઠા
         વરસ દીએ દીઠા. — માનવીઓ.

ભોળા શંભુજી! મારી અરદાસું સાંભળો
એ…તમે સાંભળીને ધ્યાનમાં લેજો
         છોરું એવાં દેજો. — માનવીઓ.