અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/આંખો અટવાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{space}}રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી? | {{space}}રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અભિમન્યુનું મૃત્યુ | |||
|next = ચિ. ઉષાબહેનને | |||
}} |
Latest revision as of 10:46, 20 October 2021
આંખો અટવાણી
મનસુખલાલ ઝવેરી
આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને, હો જી.
શિખરો ખોવાણાં એનાં વાદળના વૃન્દમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.
ઝરમર ઝીલંતી ઝીણી જલની ઝંકોર જ્યારે,
સાચીયે સૃષ્ટિ ભાસી સોણલું, હો જી.
નાનકડું મારું જ્યારે મનડું ખોવાણું એમાં
જગ રે ખોવાણુ જ્યારે સામટું, હો જી.
સાંપડિયો ત્યારે મારા આતમનો સાહ્યબો ને,
થળથળ ઘેરી એ ઊભો આંખડી, હો જી.
ફૂલડાંની ફોરે એ તો ઘંટડે ઘૂંટાણો મારે,
રહ્યું જી પછી તો શું રે શોધવું, હો જી?