અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/એક સવારે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઘણ ઉઠાવ | |||
|next = ૧૩-૭ની લોકલ | |||
}} |
Latest revision as of 11:15, 20 October 2021
એક સવારે
સુન્દરમ્
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજને.
કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજને.
(વસુધા, ૧૯૬૪, પૃ. ૫)