અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/હંકારી જા: Difference between revisions

No edit summary
No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 23: Line 23:
{{Right|(વસુધા, પૃ. ૯)}}
{{Right|(વસુધા, પૃ. ૯)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org//images/1/1f/Maari_Banseemaa_Bol_Be_Vagaadee-Praher_Vora.mp3

સુન્દરમ્ • મારી બંસીમાં બોલ બે • સ્વરનિયોજન: પ્રહર વોરા  • સ્વર: હિમાલી વ્યાસ નાયક

{{HeaderNav2
|previous = ૧૩-૭ની લોકલ
|next =હું ચાહું છું

Latest revision as of 11:16, 20 October 2021

હંકારી જા

સુન્દરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા.        મારી

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા.        મારી

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.        મારી

(વસુધા, પૃ. ૯)

સુન્દરમ્ • મારી બંસીમાં બોલ બે • સ્વરનિયોજન: પ્રહર વોરા • સ્વર: હિમાલી વ્યાસ નાયક