અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ખુશ્બો મૂકી જાય!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
{{Right|(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)}}
{{Right|(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ઇન્સાનથી ઈશ્વર સુધી  | ઇન્સાનથી ઈશ્વર સુધી ]]  | છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી?  ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુરલી ઠાકુર /હાઇકુ (પાંચ) | હાઇકુ (પાંચ)]]  | ૧. ખોરડું..., ૨. મૂઠી ભર..., ૩. રાજઘાટપે..., ૪. લઈ તરાપો..., ૫. પતંગિયાને...  ]]
}}

Latest revision as of 12:02, 20 October 2021


ખુશ્બો મૂકી જાય!

રતિલાલ છાયા

આવી આવી દ્વારે મારે
         ખુશ્બો મૂકી જાય!
         પ્રિયા ખુશ્બો મૂકી જાય!
કુમકુમ ઝરતી પગલી એની,
         પાની ના ઝંખાય;
સ્મિતથી વીજળી ચમકે પાસે,
         નયણાં ના દરશાય!
         પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.

નીલ આકાશે ઓઢણી ઊડે,
         દેહ ના દેખાય
રત્નજડિત ઉડુની માળા,
         કંઠ ના ડોકાય!
         પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.

પુષ્પડાળે વેણી રે ઝૂલે,
         કેશ ના કલ્પાય!
ઉરનો અળતો ઊછળે આભે,
         હૈયું ના હેરાય!
         પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.

દિવસે આવે, રાત્રે આવે;
         સ્હેજ ના સ્પર્શાય!
તોય એની નૌતમ લીલા,
         અંતર આંજી જાય!
         પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.

(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)