આપણો ઘડીક સંગ/સર્જક-પરિચય: Difference between revisions
m (Meghdhanu moved page આપણો ઘડીક સંગ/કર્તા-પરિચય to આપણો ઘડીક સંગ/સર્જક-પરિચય without leaving a redirect) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સર્જક-પરિચય}} | ||
[[File:33 Digish mehta.jpg|center|250px]] | [[File:33 Digish mehta.jpg|center|250px]] | ||
Latest revision as of 10:00, 19 October 2024
દિગીશ મહેતા (જ.1934 – અવ. 2001)
દિગીશભાઈ અંગ્રેજીના અધ્યાપક અને ગુજરાતીના લેખક. જન્મ પાટણમાં ને પ્રારંભિક શિક્ષણ સિદ્ધપુરમાં. પછી તો યુનિવર્સિટી ઑફ લીડ્સમાંથી એમ.એ. થયા. થોડાંક વર્ષ એચ. કે. આર્ટસ કૉલેજમાં ભણાવ્યું પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા.
28ની વયે પહેલી જ કૃતિ આપણો ઘડીક સંગ એમણે લખી અને એક અરૂઢ – જુદી ભાત પાડતી નવલકથા તરીકે એ પ્રશંસા પામી. ત્યાર બાદ એમણે સંસ્મરણાત્મક ટૂંકા નિબંધો લખ્યા – દૂરના એ સૂર એ નામનો નિબંધસંગ્રહ એમની વિશિષ્ટ ગદ્યશૈલીથી ઘણો વાચકપ્રિય અને વિવેચકપ્રિય બન્યો. અંગ્રેજી ભાષાની ખાસિયતો બતાવતું, શિક્ષણલક્ષી કહેવાય એવું પુસ્તક વિચારવિમર્શની રીતે તેમજ લખાવટની રીતે ધ્યાનપાત્ર છે. બીજી નવલકથા અને નિબંધસંગ્રહ ઉપરાંત એમણે પરિધિ નામનો વિવેચન-સંગ્રહ તથા આયનેસ્કોના ધ ચેર્સનો તથા અન્ય અનુવાદો પણ કરેલા.
દિગીશભાઈમાં વિચારોની સૂક્ષ્મતા ઉપરાંત હળવાશભરી શૈલીની આકર્ષકતા – બંને ધ્યાનપાત્ર છે.
(પરિચય: રમણ સોની)