અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખાને ગુરુ અને જ્ઞાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 53: Line 53:
ખલક ફૂલે રે ફૂલકે, ભેદુ ભમરા રસ માણે.  
ખલક ફૂલે રે ફૂલકે, ભેદુ ભમરા રસ માણે.  
રહીએ ઈશ્વરને આશરે, સમરી લઈએ સાંઈયાં;
રહીએ ઈશ્વરને આશરે, સમરી લઈએ સાંઈયાં;
  બ્રહ્માનંદ ચરણે અખો ભણે, અખે રામ જ કહિયા.” –પદ ૮૫
  બ્રહ્માનંદ ચરણે અખો ભણે, અખે રામ જ કહિયા.” –પદ ૮૫</poem>}}
{{Poem2Open}}
આરંભદશાના લાગતા આ પદ જોડે નીચેનું પદ સરખાવવા જેવું છે.
આરંભદશાના લાગતા આ પદ જોડે નીચેનું પદ સરખાવવા જેવું છે.
“સંતો! આવોજી દેશ અમારડે, જ્યાં છે સદા રે વસંત;  
{{Poem2Close}}
{{Block center|<poem>“સંતો! આવોજી દેશ અમારડે, જ્યાં છે સદા રે વસંત;  
સ્વર્ણ સ્વાટિક વર્ણાં ફૂલડાં, તેનો નાવે રે અંત.  
સ્વર્ણ સ્વાટિક વર્ણાં ફૂલડાં, તેનો નાવે રે અંત.  
સંતો! મૃદંગ બાજે રે વણમઢ્યાં, વિના મુખ ગાવે રે ગીત;
સંતો! મૃદંગ બાજે રે વણમઢ્યાં, વિના મુખ ગાવે રે ગીત;

Latest revision as of 03:20, 24 October 2024

પ્રકરણ ત્રીજું
અખાને ગુરુ અને જ્ઞાન

સાખીઓમાં ‘વિભ્રમ અંગ’માં અખાએ કહ્યું છે :

“સદ્‌ગુરુ સાચો નવ મળ્યો, અને મળ્યા તે જીવ ગમાર;
જ્યમ સુરાપાન ગેહેલે! કરે, અખા એહેવો વિચાર.” ૫

‘છપ્પા’માં પણ વેશધારી ગુરુઓની વાત અખો કરતો રહ્યો છે :

“દેહાભિમાન હતો પાશેર, તે વિદ્યા ભણતાં વાઘ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.” ૬૫૨
“મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ;
મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી.
સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ.” ૬૫૯
“જ્ઞાતાનો એવોે ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેષ,
ઘર ઘર મહાત્મ વધારતા ફરે, દામચામનાં જતન જ કરે.” ૬૬૦
પેટગુજારા માટે ધર્મકથા કરતા વ્યાસપુરાણીઓને માટે અખો લખે છે :
“વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર.
વ્યાસ કથા કરે ને રડે, જાણે જે દ્રવ્ય અદકેરું જડે.
જો જાણે વાંચ્યાની પેર, તો અખા વાંચે નહિ આપને ઘેર?’ છ.૬૩૮
“ગજા પ્રમાણે પ્રમોદે જીવ, બંધનમાં રાખે સદેવ.” છ.૬૩૯
“ગુરુ થઈ મૂરખ જગમાં ફરે, બહ્મવેત્તાની નિંદા કરે.
ભૂતકાળમાં જે થઈ ગયા, તેની મનમાં ઇચ્છે મયા.
અખા તે ક્યમ ભવની ટાળે વ્યથા, જે નિત્ય મડદાંની વાંચે કથા?” છ.૬૪૬

અખાને મન તો જગતમાં ગુરુ થઈ ફરનારા મૂરખ છે. પેટ ભરવાની વ્યથામાં પટેલા અજ્ઞાનીઓ બીજાનો ઉદ્ધાર શી રીતે કરવાના હતા? કનક-કામિનીમાં આસક્ત અને છતાં જ્ઞાની હોવાનો દાવો કરી લોકોને ધૂતનારા ‘મતિ-ગુરુ’ને માટે અખાને લેશ માત્ર આદર નથી. એ પ્રશ્ન કરે છે :

“અખા એ ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર?” છ. ૬૫૫

જટાધારી બાવાઓ, કેશમુંડન કરાવતા સંન્યાસીઓ, કેશલુંચન કરાવતા જતિઓ, ધોળાં-ભગવાં પહેરી વિરક્ત હોવાનો દેખાડો કરનારાઓ, આડંબરી તપસ્વીઓ, ટીલાં-ટપકાંથી સંતોષ માનતા બદ્ધ જીવો, રજવાડી ઠાઠવાળા વૈષ્ણવ આચાર્યો, વગેરે અનેકના સંપર્કમાં આવી ચૂકેલો અખો સાચા જ્ઞાનની સતત શોધ કરતો રહ્યો. પણ

“જ્ઞાની ગુjg ન થાય કેનો... ગુરુપણું મનમાં નવ ધરે.” (છ. ૬૪૫)
“શિષ્ય કરે સો ગુરુ નહીં, ઔર ગુરુ બિન ન સરે કામ.”
—સાખીઓ, સદગુરુ અંગ, ૯

અખાને એવા ગુરુ જોઈએ છે ‘જે દેખાવે રામ.’ ‘સદ્‌ગુરુ વિના જનનું કામ ન થાય’ એવી દૃઢ માન્યતાવાળો અખો લખે છે :

“અખા ગુરુકૃપા વિના, રખે કરે હરિની આશ;
શિખે સુણે કહે કથે, કાંત્યું થાય કપાસ.” સાખી, લક્ષહીણ અંગ ૮
“ગુરુની ગમ વિના અખા, જ્યમ વૃષ્ટિ વિહોણી ગાજ.” લક્ષહીણ અંગ ૧૩
“જાકો નેન સદ્‌ગુરુ દીએ, તાકો આત્મદર્શન હોય.” વિદેહઅંગ ૬
“અખા જિને સદ્‌ગુરુ મિલ્યા, સૌ ઠહેર્યા નિર્વાણ.” વિદેહઅંગ ૯

સાંસારિક બંધનોમાંથી મુક્ત કરી ‘જીવમાંથી શિવ બનાવી દે,’ ‘હેલામાંહે હરિની પ્રાપ્તિ’ કરાવે એવા ગુરુનો અખાને ભેટો થઈ જાય છે. ‘અખાની વાણી’માં નીચેનું પદ મળે છે :

“વાતો કરો કિરતારની, બીજી પડતી મેલી;
ભીડ પડ્યે ભગવાન છે, અંતકાળના બેલી,
આવ્યા ત્યારે એકઠા, જૂજવે થઈ જાયે;
સમજાવ્યા સમજે નહીં, ગાફેલ ગોથાં ખાયે.
દરસન પરસન દેહમાં, કોઈ વિરલા જાણેઃ
ખલક ફૂલે રે ફૂલકે, ભેદુ ભમરા રસ માણે.
રહીએ ઈશ્વરને આશરે, સમરી લઈએ સાંઈયાં;
 બ્રહ્માનંદ ચરણે અખો ભણે, અખે રામ જ કહિયા.” –પદ ૮૫

આરંભદશાના લાગતા આ પદ જોડે નીચેનું પદ સરખાવવા જેવું છે.

“સંતો! આવોજી દેશ અમારડે, જ્યાં છે સદા રે વસંત;
સ્વર્ણ સ્વાટિક વર્ણાં ફૂલડાં, તેનો નાવે રે અંત.
સંતો! મૃદંગ બાજે રે વણમઢ્યાં, વિના મુખ ગાવે રે ગીત;
દિવસ રજની રે સંતો ત્યાં નહીં, નહીં ઉષ્ણ ને શીત.
સંતો! ઇન્દ્રિય અગોચર તે સદા, ત્યાં નહીં કાળ ને કર્મ;
પવન પ્રવેશ સંતો ત્યાં નહીં, ત્યાં છે હરિ પરિબ્રહ્મ.
ગુરુગમ હોય તે ચાલે રે અણે મારગે, વાટ વિહંગમ કેરી;
પગ ન ટકે રે પિપીલનો, ત્યાં છે સાંકડી શેરી.
સંતો! મુનિવર મેળો રે ત્યાં કરે, ત્યાં નહીં બિંદુ ને નાદ;
ત્રિગુણાતીત સંતો ત્યાં લહે, જાયે જો અહંવાદ,
સંતો! મનને મારીને મજ્જન કરે, પરમ જ્યોતમાં ભળે;
ખગાકાર એ તો થઈ રહે, તે નર પાછો ના વળે.
સંતો! આકાશથી આઘેરડું, તેનું રૂપ નહીં નામ;
સહેજે શૂન્ય નિહાળતાં, પેખ્યું પૂરણ ધામ.
સંતો! જ્ઞાન-હિમાળે જે ગળે, તે નર આવે ન જાય;
અખા ગુરુ બ્રહ્માનંદ ભેટતાં, જ્યોતમાં જ્યોત સમાય.”
—ભારતીય વિદ્યા ભવન, હ. પ્ર. ૧૦૦૮ તથા અપ્રસિદ્ધ અક્ષયવાણી, પૃ. ૨૧-૨

શ્રી ફાર્બસ ગુજરાતી સભાની હસ્તપ્રત નં. ૩૩૬માં ચિત્તવિચાર સંવાદને અંતે નીચેની કડી મળે છે :

“ગુરુ બ્રહ્માનંદ ભેટ્યા જે ઘડી, ત્યારે એહેવી સૂઝ તે પડી.
અખે કીધો એ ચિત્તવિચાર, જે ચિતવે તે ઊતરે પાર.”

અહીં ચિત્ત તે પિતા અને વિચાર તે પુત્ર છે. પિતા-પુત્રના આ સંવાદની થોડીક પંક્તિઓ ઉપરથી ગુરુએ કરેલા જ્ઞાનોપદેશની ઝાંખી થઈ શકશે.

“વિચાર કહે, દૃષ્ટાંતે જાણ, અણલિંગી જે ભક્તિ નિર્વાણ.
જયમ મેઘવૃષ્ટિ થાનારી હોયે ઘણું, ત્યારે દેખાડે બહુ તેજતાપણું.
તપે ઘણું તેણે પંડ બ્રહ્માંડ, કલકલી આવે સઘળી માંડ.
તેજે કરી જલ પરગટ થાય, હરી હરી પ્રથવી થઈ જાય.
એણે દૃષ્ટાંતે તે જે છે. ભકત્ય, આતુરતા ઉપજે અમિત્ય.
બહુ તાપે જ્યમ પ્રગટે તોય, ત્યમ અંતરથી હરિ પરગટ હોય.
વ્રેહ વૈરાગ અંતરે અપાર, પણ બહાર ન જાણે કોય લગાર.
ગજકોઠાની પેરે થાય, અંતરથી કંદ્રપ બળી જાય.
ત્યમ દેહાભિમાન અંતરથી ગળે, રસરૂપ થઈ સ્વામીમાં ભળે.
સદા સમૂળો તે ઘટ રામ, અહંકૃત્ય ગળી ટળ્યું રૂપ નામ.
અણલિંગી ગુરુ તેહેને મળ્યો, ત્યારે ગુરુ જ રહ્યો ને શિષ્ય તે ટળ્યો,
લૌકિક ભક્તિ તાં એ નવ હોય, જાંહાં આપે આપની નીપજ જોય,
કરવા કહી’તી મેં જે ભક્તિ, તેહેની એય જાણી લે જુક્તિ.
ગુરુસેવા ને આતમ લક્ષ, માહારે તો છે એહ જ પક્ષ.
જો નીપજે તો એમ નીપજે, બાકી સહુ મનગમતું ભજે.
દેહાભિમાન એ મોહોટા રોગ, જેણે નાહે આતમભોગ,
સમઝેવો છે મર્મ ચિત્ત! એહ પણ તું કરતો જાયે જાડો દેહ.
દેહાભિમાન ઉછેરે અહીં, ત્યારે કહે કુશલ તે કહીં?
અહીં તો છે ટળવાનું કામ, અહં ટળ્યે રહે આતમરામ.
જો જાણે તો એમ જ જાણ, મેં તો કહી મૂક્યું નિર્વાણ.”

આમ સગુણની ભક્તિમાં રાચતા અખાને ગુરુ અણલિંગીની-નિર્ગુણની ભક્તિ ઉપદેશે છે. અન્ય ગુરુઓના સાંનિધ્યમાં રહ્યો ત્યારે અખાને “હરિભક્તિ આઈ નહીં, આયા વિષય ઓર ભ્રમ.” જ્યાં સુધી બ્રહ્માનંદ મળ્યા ન હતા ત્યાં સુધી એ હતાશ હતો.

“સાચા ગુરુ તો ના મિલ્યા, હુવા ન આપ પ્રકાશ.”

અનુભવે એણે જાણ્યું હતું કે “બિના ઇશ્ક હરિ ના મિલે, એ શિર સાટેકા ખેલ.” જગતમાં “ભક્ત મિલે, જ્ઞાની મિલે, પણ આશક વિરલા કોય.” એને એટલું બરાબર સમજાયું હતું કે

“સાંઈ ને ચાહે ચાતુરી, રૂપ, વરન, કુલ, જાત;
ભાવ ભરૂંસા દેખે અખા, તબ પિયુ પકડે હાથ.”

‘પ્રેમ પ્રીછ’ અંગમાં અખો લખે છે :

“પ્રેમ પિયાતેં પાઈયે, ઔર પ્રીછ ગુરુ તેં હોય;
પ્રેમપીછતેં બાહ્યરા, અખા સો ભક્ત ન હોય.” ૩

સંભવ છે કે શૂદ્ર હોવાને કારણે એને જ્ઞાનાધિકાર નથી એમ કહેનારા પણ નીકળ્યાં હોય. ઊંચનીચના ભેદ અખાને કઠ્યા છે જ. છપ્પામાં એણે કહ્યું છે :

“ઊંચ ખરારે ઊંચ મ જાણ, નીચે તે નોહે નીચ નિર્વાણ.
ઊંચમાં રામ બમણો નથી ભર્યો, અને નીચ પિંડ ઠાલો નથી કર્યો.” ૩૭૧
“શ્વાન શ્વપચ ગૌ બ્રાહ્મણ જોય, રામ થકી નહીં અળગો કોય.
તત્ત્વ એક ને ચૈતન્ય એક, નામ રૂપ ગુણ કર્મ અનેક.” ૩૭૦

બ્રાહ્મણ જ ગુરુ બનવાની યોગ્યતા ધરાવે છે એવું અખો માનતો નથી. એને મન “હરિ કું જાને સો હરિ, હરિજન સિર નહીં સીંગ.” અને અખો ‘હરિ અર્થી’ હોઈને સાચા હરિજન એવા બ્રહ્માનંદને મળતાં તેને જ હરિરૂપ માની તેની સેવામાં લાગી જાય છે; ગુરુના ઉપદેશથી અહંભાવ ટાળી દે છે, દેહાભિમાન ભૂલે છે. પછી હરિ આઘો નથી રહેતો, પોતાથી અભિન્ન ભાસે છે. ગુરુશિષ્યના, સ્વામી-સેવકના, જ્ઞાતા-જ્ઞેયના ભેદ ત્યાં રહેતા નથી. અખાની વૃત્તિ બ્રહ્માકાર જ બની રહે છે. એ બ્રહ્મલીન દશામાં જે બ્રહ્માનંદનો-આનંદસ્વરૂપ બ્રહ્મનો અનુભવ કરે છે તે અનુભવને એણે વારંવાર ગાયો છે. ઉમાશંકરભાઈ કહે છે કે જ્યાં જ્યાં બ્રહ્માનંદ શબ્દ આવે છે ત્યાં બ્રહ્મના આનંદનો જ અર્થ છે. એમને મતે અખાના ગુરુનું નામ બ્રહ્માનંદ સંભવતું નથી. ઉપર જે ત્રણ અવતરણો લીધાં ત્યાં બ્રહ્માનંદ જ ગુરુનું નામ છે એ સ્પષ્ટ છે. અન્યત્ર પણ ક્યારેક ‘બ્રહ્માનંદ’ શબ્દ વાપરીને અખાએ ‘બહ્મનો આનંદ’ એવા અર્થ ઉપરાંત ગુરુનામનો નિર્દેશ પણ કર્યો હોઈ શકે. સાધુસંતોમાં ફરતા રહેલા અખાને કોઈ નાથપંથી સાધુનો પણ ભેટો થયો હશે? સાખીઓના વેષ અંગમાં અખો લખે છે :

“જ્ઞાન તિલક દીનો ભલો, એક ભાવના ભાલ;
દીની છાપ નિરંજની, બન્યો બેરાગી લાલ.
ટોપી સિર અર્ધ માત્રિકા, ગુદડી રંગ પંચભૂત;
ફૂલમાલા નિર્વાસના, સેલી સુરત અદ્‌ભુત,
નિજ નહેચા ઉડાયની, જંગોટા સો નિરાસઃ
આડબંધ એક લક્ષકા, સત્ય લંગોટા પાસ.
વસ્તુવિચાર સો કૂબડી, અંચરા સહજ સ્વભાવ;
આસન પિડ બ્રહ્માંડ પર, જાંહાં જીવકા ન ટકે પાવ.
સુરત નુરત લય બોલણા, ચલણા ચિદ આકાશ;
ધ્યાતા ધ્યે’ ઔર ધ્યાન કો, જામેં સર્વે સમાસ.
રહેણી કરણી આપ લિયાં, ગેબી કરણા’હાર;
અલખ ગુરુ લિયાં રમે, કો ગુરુમુખી લેગો વિચાર.”

આખું અંગ રૂપકાત્મક છે એટલે નાથપંથના સાધુના સાંપ્રદાયિક (?) ચિહ્નોનો પરિચય અખાને હતો એટલું કહી શકાય. અહીં એક પણ પંક્તિમાં અખાનું નામ મળતું નથી એ હકીકત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. કવિ નર્મદાશંકરે લખ્યું છે કે – “અખાએ જાતે અભ્યાસ કર્યો નહોતો, પણ તે બહુશ્રુત હતો... જો કે અખો સોની હતો તો પણ તેણે મહેનત કરીને વેદાંત સરખા અઘરા વિષયનું સંપાદન કીધું, ને પછી મહેનત લઈ લખી લોકને આપ્યું એ ખરેખર સ્તુતિપાત્ર છે.” દિ. બ. કૃ. મો. ઝવેરીએ લખ્યું છે : “અખો બહુ કેળવણી પામેલો નહોતો પરંતુ બહુશ્રુત હતો. એની ભાષા આથી સંસ્કારી નથી. વગર ઘડાયેલી શિલા જેવી ખરબચડી છે.” આની આ વાત બીજા પણ ઘણા વિદ્વાનોએ પોતપોતાની રીતે કહી છે. એમાંના કેટલાક તો આથી ય આગળ ગયા છે. તેઓ અખાને અભણ, અનપઢ ગણે છે. માને છે કે એ બહુશ્રુત હતો, તેને આધારે એણે કાવ્યરચના કરી છે. કોઈક એમ પણ કહે છે કે અખાને સાક્ષાત્કાર થઈ ગયો એટલે તે પછી એણે સહજભાવે આ બધી રચનાઓ કરી. સાખીઓમાં એક સ્થળે અખાએ લખ્યું છે :

“ના મેં પઢ્યા ગણ્યા અખા, ના મોહે કૃત્યકા જોર;
ગળિયા બેલ પાળ્યા પિયા, દેખ્યા અપની ઓર.” –કૃપા અંગ, ૨

અખાને મન ‘પઢવું’ તે ‘વેદાધ્યયન’ છે. બ્રાહ્મણોની માફક એ વેદ ભણ્યો નથી, પણ એણે ‘બેદ પઢંતા બંભ’ના ઉલ્લેખ કર્યા છે. કથા કરતા વ્યાસ-પુરાણીઓની એણે ઠેકડી કરી છે–એમને વેશ્યાની કોટિમાં બેસાડીને. એણે વધુમાં લખ્યું છે :

“ભવ્યા ભટ ભમે ભવમાંય, પણ ભાત ઉભાત વચે ન રહેવાય,
રૂઢે વાત કરે હરિ તણી, પણ અખા અક્ષર-મતિ નહિ આપણી.” છ.૫૨

ધર્મગ્રંથો વાંચીને લોકોને ઉપદેશ કરનારા બ્રાહ્મણો પરંપરાથી આ કાર્ય કરે છે એટલું જ, બાકી એમને બ્રહ્મજ્ઞાન નથી. શાસ્ત્રો, વ્યાકરણ, પિંગળ આદિ ભણીને લોકોમાં પૂજ્ય ગણાતા ‘પંડિત જાણ’ અને કવિને પણ અખો હસી કાઢે છે. “પંડિત તે વિદ્યા-કરસણી, સંત તે તો ફળના ધણી” એમ કહીને પોથી-પાંડિત્યની પોકળતા એ આગળ કરે છે. લખે છે :

“ખરા વગૂતા પંડિત જાણ, જેણે કર્મતણું બાંધ્યું બંધાણ.
ભણ્યેગ્ણ્યે થઈ બેઠા પૂજ, પણ અવળું રહ્યું આત્માનું ગૂઝ” છ. ૧૭૯
“ભણ્યાગણ્યા ભલ પાંકે પંચ, ન્યાય ઉકેલે જાણે સંચ.
સભાપતિ થઈ બેસે મધ્ય, પણ સમજે નહિ આતમની વિધ્ય.” ૨૧૫
“પંડ પખાળે, પૂજે પાહાણ, અને મનમાં જાણે હું તે જાણ.” ૨૮૩
“જાણ થાય બહુ વિદ્યા વડે, ત્યમ ત્યમ આવરણ અધિક બળે.” ૫૩૧
“પંડિત જાણ થાપે જીવ-કર્મ.” ૩૨૩
“ઊંઘ્યાં બરલે પંડિત કવિ, જે મનની વૃત્ય રહ્યા અનુભવી.” ૩૩૮
“કામ રહિત તે કામનો દેશ, તેનો જ્ઞાની પંડિતને ન લાધે લેશ.” ૭૨૫
“પંડિતને પંડિતાઈનું જોર, પણ અંતઃકરણમાં અંધારું ઘોર.” ૭૧૬

આવા આડંબરી અને અહંકારી પંડિતો કરતાં તો ભોળે ભાવે ભક્તિ કરતા પ્રાકૃત જીવો હરિની વધુ નજીક ગણાય. અખો લખે છે :

“શબરી સંસ્કૃત શું ભણી હતી. ભાઈ? કયા વેદ વાંચ્યા કરમાબાઈ?
વ્યાધ તે શું ભણ્યો’તો વેદ! ગણિકા શું સમજતી ભેદ?
વળી શ્વપચની સમજો રીત, અખા હરિ તેના, જેની સાચી પ્રીત.” છ. ૭૧૭
“ભણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણું ટાળીને જાણ.
મૂળ સ્વરૂપે જે કોઈ થયો, તેને ભણ્યાનો સ્વભાવ જ ગયો.” ૬૭૬

અખો ભણ્યો ય છે, ગણ્યો તો છે જ, પણ આત્મજ્ઞાન થતાં એને પોતાના જ્ઞાનનું અભિમાન રહ્યું નથી. અખો ભલે પંડિત ન હોય, પણ એ સાવ અભણ હશે એમ માનવું-મનાવવું ખોટું છે. એણે અક્ષર-જ્ઞાન જરૂર મેળવ્યું છે. તે જમાનામાં જે જાતનું ભણતર શક્ય હશે તે એણે મેળવ્યું છે. વળી, એનું વ્યવહારજ્ઞાન વિશાળ છે. દુનિયાનો એને બહોળો અનુભવ જણાય છે. સંસારની ભઠ્ઠીમાં એ ખૂબ તવાયો છે. પરિણામે, એની વાણી જેટલી સહજ છે તેટલી વેધક પણ છે. “છીડું ખોળતાં લાધી પોળ” જેવો એનો ઘાટ છે. એણે છપ્પામાં લખ્યું છે :

“બાવનપેં બુધ્ય આધી વટી, ભણ્યાગણ્યાથી રહી ઊગટી.
ઓગટ ભાંજ્યું, ટાળ્યું આપ, સહેજે ટળિયા દ્વૈતનો થાપ
હવે રહ્યો તે હું કે હરિ, વિગત કરે અખો શે કરી?” ૨૪૩

અક્ષરોના જ્ઞાન પછી આગળ ને આગળ વધતો રહેલો અખો વધુ ને વધુ અભ્યાસ કરી જ્ઞાનપ્રાપ્તિ માટે (પંડિત બનવા માટે નહિ) ઠેરઠેર ભટકી સરવાળે અક્ષર બ્રહ્મનું જ્ઞાન મેળવી શક્યો છે. એની ઉપલબ્ધ રચનાઓમાં અખાએ ચાર વેદ, ઉપનિષદ, ચૌદમો કાંડ, ગીતા, ભાગવત, યોગવાસિષ્ઠ, શાંકરભાષ્ય, ગીતગોવિંદ આદિનો કરેલો ઉલ્લેખ એની બહુશ્રુતતાનો પરિચાયક છે. શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, જ્યોતિષ, વ્યાકરણ વગેરે ઉપરાંત અખાએ એક બે સ્થળે કુરાને શરીફની પણ વાત કરી છે. ખટ દર્શનની ખટપટથી એ સુપરિચિત છે. ‘અખેગીતા’માં ન્યાય, પાતંજલ, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને વેદાંત એ છ દર્શન ઉપરાંત શૈવ, સાંખ્ય ને યજ્ઞકર્તા, ચાર્વાક બૌદ્ધ અને જૈન એ છ ઉપદર્શનોનો આછો ખ્યાલ આપી, છન્નુ પાખંડ અને તેમનાં અનેક ‘ફડસુઆં’ સુધી પહોંચી જઈ તેમની પરસ્પરની નિંદા કરવાની વૃત્તિની અખાએ નોંધ લીધી છે. એ સૌ ‘મૂલ વિચાર’ કરી શકતાં નથી એમ એનું કહેવું છે. આત્મજ્ઞાનનો ઉપદેશ કોણે કાને આપ્યો તે ‘અખેગીતા’ના ત્રીજા કડવામાં અને ‘અનુભવબિન્દુ’ના છપ્પા ૩૨, ૩૩, ૩૪માં અખાએ જણાવ્યું છે. એ ઉપરથી જણાય છે કે મહાભારતના શાંતિપર્વની, દત્તગીતાની અને શિવપુરાણની પણ માહિતી એની પાસે છે. રામકથાથી એ સુપરિચિત હોય તેમાં નવાઈ નથી, પણ યોગવાસિષ્ઠ જેવા અત્યંત મહત્ત્વના અધ્યાત્મ-ગ્રંથનો એ અભ્યાસી જણાય છે. હરિ-હર-અજ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)ની ત્રિમૂર્તિ ઉપરાંત સુરપતિ ઇન્દ્ર, રતિપતિ કંદર્પ, ગણેશ, પ્રજાપતિ અને ષડાનન (કાર્તિકેય) તેમજ ગિરિજા (પાર્વતી), શારદા સરસ્વતી એ દેવીઓને પણ અખો યાદ કરતો રહે છે. અર્જુન, ઉદ્ધવ, કૃષ્ણ, ગોપી, જશોદા, વસુદેવ, નંદ, જય-વિજય, જરા પારધી, શેષ, કર્ણ, ભીષ્મ, જનક, દશરથ, દશગ્રીવ, રઘુપતિ રામ, ભીલી શબરી, વાલી, હનુમાન, લંકા વગેરેના ઉલ્લેખો તેમજ ઋષિઓના દધીચિ, દુર્વાસા, નારદ, બગદાલવ, યાજ્ઞવલ્ક્ય, લોમ, વસિષ્ઠ, વૈશંપાયન, દ્વૈપાયન મહાદ્વિજ વેદવ્યાસ, શુકદેવ, સનકાદિક જેવાના અને ભક્ત રાજવીઓમાં અંબરીષ, ધ્રુવ, પરીક્ષિત, પ્રહ્‌લાદ અને હરિશ્ચંદ્ર જેવાના કૃતિઓમાં થતા ઉલ્લેખ પણ નોંધપાત્ર છે. કબીર, કરમાબાઈ, જયદેવ-પદ્માવતી, તુલસીદાસ, દાદુ, નરસિંહ મહેતા, મીરાં, રૈદાસ અને સેના જેવાં ભક્તોને અખો કેમ ભૂલે? દત્તાત્રેય અને ગોરખ ઉપરાંત પેગંબરનો પણ ઉલ્લેખ અખામાં મળે છે. આ ઉપરથી અખાની બહુશ્રુતતા અંગે પ્રશ્ન રહેતો નથી. પ્રશ્ન છે એના ભાષાજ્ઞાનનો. છપ્પામાં એ લખે છે :

“ભાષાને શું વળગે ભૂર? જે રણમાંહાં જીતે તે શૂર.
સંસ્કૃત બોલ્યે શું થયું? શું પ્રાકૃતમાંથી નાહાસી ગયું?” છ. ૨૪૭.

પંડિતોના અને પુરાણીઓના સંસ્કૃત ભાષાના જ્ઞાનને કારણે તેઓ સમાજમાં પ્રતિષ્ઠિત અને પૂજ્ય ગણાતા. તેમની સામે ટીકા રૂપે એ ઉક્તિ જણાય છે. અખાએ ભલે ગુજરાતીમાં અને હિન્દીમાં રચનાઓ કરી, પણ એ કામચલાઉ સંસ્કૃત જાણતો હોવાની શક્યતા છે. પંડિતોની માફક સંસ્કૃતમાં ગ્રંથો રચવા જેટલું સંસ્કૃત એ નહીં જાણતો હોય, પણ ઘણા નોંધપાત્ર સંસ્કૃત શબ્દો એની રચનાઓમાં મળે છે. ભમરાનું દૃષ્ટાન્ત આપતાં અખો અલિ, જંગી, ભ્રમર, મધુકર, મધુપ જેવા સંસ્કૃત શબ્દો જ વાપરે છે. માખીને માટે ‘મક્ષિકા’, મોરના પર્યાય રૂપે ‘બર્હિ’, હંસના પર્યાય તરીકે ‘મરાલ’ એણે વાપરેલ છે. ઘોડા માટે એ અશ્વ તુરંગ અને હય શબ્દો યોજે છે; વાંદરાને કપિ, મર્કટ, વાનર, શાખામૃગ કહે છે. હાથી માટે કરી, કુંજર, ગજ, ગયંદ, મેગળ અને હસ્તી જેવા શબ્દો અખો યોજે છે. ગધેડાને માટે મોટે ભાગે ખર શબ્દ મળે છે. બિલાડાને એ બિડાલ અને માર્જાર કહે છે, શિયાળને જંબૂક અને શૃંગાલ. ભૂંડને માટે એણે ‘પંકપાત’ શબ્દ આપ્યો છે. સાપના પર્યાયોમાં અહિ, નાગ, ફણંગ, ભુજંગ, વિષધર, સર્પ શબ્દો એણે વાપર્યા છે. કરોળિયાને એણે ઊર્ણનાભિ કહ્યો છે. કીડી માટે પિપીલ, આગિયા માટે ખદ્યોત, મગર માટે મકર શબ્દ એણે આપ્યા છે. ઝાડ માટે અખો તરુ, દ્રુમ, અને વૃક્ષ શબ્દો વાપરે છે. પર્વતના એણે અદ્રિ, ગિરિ, ધરાધર, નગ, શૈલ જેવા પર્યાય આપ્યા છે. રાતને માટે જામિની, નિશા, રાત્રિ, શર્વરી શબ્દો વાપર્યા છે. સૂરજને માટે એણે વાપરેલ અન્ય શબ્દો છે અર્ક, અહર્ધણી, આદિત્ય, કિરણી, તરણિ, દિનકર, દિનમણિ, ભાનુ, ભાસ્કર, રવિ, રક્તાંબર, સૂર્ય. સાગરને માટે અર્ણવ, ઉદધિ, અબ્ધિ, વારિધિ, સમુદ્ર, સિંધુ જેવા શબ્દો અખાએ પ્રયોજ્યા છે. બ્રહ્માને એણે અજ, કમલભૂ, અને વિરંચી શબ્દોથી પણ ઓળખાવ્યા છે. ઇન્દ્રને એ દેવરાજ, વાસવ, સુરપતિ પણ કહે છે. વિષ્ણુને માટે શ્રીપતિ, શ્રીધર, શ્રીનાથ, શ્રીરંગ, સારંગપાણ શબ્દો, તો શિવને માટે ગિરિજાપતિ, મહાદેવ, મહેશ, રુદ્ર, શંકર, શંભુ મળે છે. કુબેરની ઓળખ ધનદ તરીકે અને કામદેવની કંદર્પ અને રતિપતિ તરીકે અખાએ કરાવી છે. આમાંના ઘણા શબ્દો યોજવા પાછળ તે તે શબ્દની વિશિષ્ટ અર્થછાયાના સંકેત પણ જોવા મળે છે. ‘ગુરુ શિષ્ય સંવાદ’માં અખાએ ચૌદ જેટલા સાક્ષ્યના કે સંમતિના સંસ્કૃત શ્લોકો આપી તેમની સમજૂતી પણ કાવ્યમાં આપી છે. દા. ત.

૧. “અસ્તિ ભાતિ પ્રિયં રૂપં નામ ચેતિ ચ પજ્ચકમ્‌ |
આદિત્રયાં બ્રહ્મરૂપં દ્વયં ચ તદુપાધિકમ્‌ ||
“અસ્તિ કહેતાં સદા સ્થિત જેહ, આદ્ય અંતનું કારણ તેહ.
જગત જે વડે ઝળકી રહ્યું, બીજું વિશેષણ એ ત્યાં કહ્યું.
સર્વ પ્રિય લાગે જે માટ, દુઃખ ટાળે, સુખ ઘાલે ઘાટ.
એ પરિબ્રહ્મનાં વિશેષણ ત્રણ, હાવે પ્રપંચનાં સુણજો કર્ણ.
જે ઉપજે તેનું રૂપ બંધાય, અને રૂપ થયું તેનું નામ ધરાય.
ઉત્પત્તિ સ્થિતિ લય જે થાય, તે નામરૂપ આવે ને જાય,
એ પંચ વડે કહીએ સંસાર, જે સમઝ્યો તે પામે પાર.
પહેલાં ત્રણ તે તું નિજ આપ, અને બે કહ્યાં તેને ટાળે થાપ. ૧, ૨૧-૪

૨. સર્વત્ર પંચભૂતાનિ ષષ્ઠં કિંચિત્‌ ન વિદ્યતે |
પાતાળે ભૂતલે સ્વર્ગે ઇતિ મે નિશ્ચિતા મતિઃ ||
“કહે વસિષ્ઠ, સુણો સત્ય રામ, સર્વે પંચભૂત રૂપ નામ.
સુતલ ભૂતલ ને વળી સ્વર્ગ, એ પંચભૂતનો જાણો વર્ગ.
છઠ્ઠો કોઈ પદારથ નથી, મુનિવરે એમ જોયું કથી.’ ૨૮-૯

૩. તત્ત્વમસ્યાદિ વાક્યેન આત્માન પ્રતિપાદનમ્‌ |
નેતિ નેતિ શ્રુતિવાક્ય પંચભૂતાવૃં ધ્રુવમ્‌ ||
“દત્ત કહે છે ષડાનન સુણો, થોડામાંહાં અર્થ છે ઘણો
તત્ત્વમસિ વાયકનો ભેદ, એ આદ્યે દેઈ બોલ્યા વેદ.
આત્માનું પ્રતિપાદન કર્યું, અને તત્ત્વપણું અળગું ઊધર્યું.
જલમાંહાં જ્યમ ભમરા વળે, જ્યમ જ્યમ વાયુ માંહા આવી મળે.
આવૃત તે ભમરાનું નામ, પંચભૂત કેરો તે ઠામ.
નેતિ નેતિ કહેતા હવા વેદ, એ ભૂત નોહે વસ્તુને ભેદ.” ૪૯-૫૧

ચતુઃશ્લોકી ભાગવત (સ્કંધ ર, અધ્યાય ૯, શ્લોક ૩૦-૩૬) ઉપર અખાએ ગદ્યટીકા લખી છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે અખો સંસ્કૃત ભાષાથી અજાણ ન હતો. વળી મુસલમાની અમલ દરમ્યાન ફારસી-અરબી-ઉર્દૂનો પ્રચાર પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં થયો. પોતાની હિન્દી-સિંધી-પંજાબી રચનાઓમાં અખો કેટલાય ફારસી-અરબી શબ્દો વાપરે છે. એમાંના કેટલાક શબ્દો એવા છે કે જે અખાને મુસ્લિમ સંત-સાહિત્યમાંથી સાંપડ્યા હોય. અખાએ વાપરેલા કેટલાક ફારસી, અરબી, ઉર્દૂ શબ્દો નીચે આપ્યા છે. અવ્વલ, અવજૂદ, અર્વાહ, અઈયાર, અલહશ્ત, અર્શ, અમન, અનલ હક, આબાદાન, આતશ, આબ, આલિમ, આરિફ, આકિલ, આશકાશ, આરફ્રાન, ઇલમ, ઇલમી, ઇશારા, ઇતબાર, ઉસ્તાદ, ઉબારત, ઉલઝન, એન, એબ, કરામાત, કબીમ, કજા, કાજી, કાદર, કુતબ, ક્યાસ, કાલબૂત, ખુદી, ખ્યાલી, ખાક, ખાલિક, ખલ્કત, ગેબ, ગૈન, ગેર, ગાફિલ, ગની, ગુમરાહ, ગર્દ, ગનીમ, ચશ્મ, ચૈન, જંજીર, જેવરી, જક, જીસમ-ઇસમ, જુહારી, જાહિર, જલવા, તરબી, તારીફ, તવત, તાલીબ, તકબ, તકરીર, તફીમ, તમાશા, તબીબ, તહકીક, તલાક, દીદે, દૂર દરાજ, દાના ફકીર, દીન દર્વેશ, દૂરસ, દોજખ, દીદાર, નઝર, નૂરત, નફી, નિકાહ, નાઝિર, નજરબાજ, નિશાના, નુકતા, નાદાનગી, નોબાતાં, પ્યાસા, પેચ, પરદાપોશી, પેવંદ, પાસબાન, પીર, પર્દા, ફતા, ફોમ, ફામ, ફરસ, ફોઝ, ફારક, ફૈલ, બાતિન, બૂમસા, બઝૂકા, બંદા, બતૂલ, બંદગી, બાંહ, બેહિશ્ત, બેમુરવ્વત, બયાર, બેકામ, બીબી, બાંદી, બાસો, મક્ર, મૌજૂદ, મૌલા, મુર્શિદ, મોમ, મરતબા, મુકામ, મઝહબ, મેહેર, મજલ, મદાર, મની, મલામત, મહોબત, મુકૈઅદ, મુરાદી, મમૂર, મહેબૂર, મીર, મનસૂર, મતલૂક, માશૂક, મલામાં, યકીન, યકસાન, યાર, રજક, રજાક, રબ, રહીમ, રાહાસીર, રીતા, રૂહા, લઝ્‌ઝત, લૂઝ, લુકમાન, લાફ, લૂટલેન, વાજબ, વહદત, વહમફહમ, શરીઅત, શાહી, શય્‌, શાહજાદા, શતરંજ, શર્ત સાફ, સફાત, સાયા, સૂરત, સિરતાજ, સમશેર, સાહિબ, સીનાસાફ, સાંના, સયાના, સરાહી, હક, હિર્સ હવા, હાંસિલ, હુબિયત, હજ્જ, હાવા, હૂર, હરફ, હલાલ, હઝૂર, હુકમ, હિકમત, હરદમ, હુમેલા, હર્દા, હૈવાન, હેરત વગેરે. સ્પષ્ટ છે કે અખો અભણ ન હતો. એ ગુજરાતી ઉપરાંત હિંદી, સંસ્કૃત, ફારસી, પંજાબી, સિંધી જાણતો-સમજતો હોવાની શક્યતા છે. એટલે ‘ના મેં’ પઢ્યા ગણ્યા’ એમ એ જ્યારે કહે છે ત્યારે એ વેદાભ્યાસી બ્રાહ્મણો અને શાસ્ત્રાર્થકુશળ પંડિતોની તુલનામાં વ્યવહાર-દૃષ્ટિએ પોતે કેવોક છે તે વિચારીને એ શબ્દો બોલે છે એમ માનવું રહ્યું : ઉપરની વિચારણાને આધારે નીચે આપેલાં કેટલાંક વિધાને ખોટાં ઠરે છે. “કહે છે કે અખાને બ્રહ્માનંદજી સાથે મેળાપ થયા પછી ગોકુળનાથજી સાથે મેળાપ થયો.” – ગજેન્દ્રશંકર લા. પંડ્યા “(ચિત્તવિચાર સંવાદ) સંવત ૧૬૯૭માં બ્રહ્માનંદજી સાથેના મેળાપના વર્ષ પૂર્વે લખાયેલ છે.” – ગ. લા. પંડ્યા. જો કે ગજેન્દ્રશંકરે કરેલ એક બીજું વિધાન “ગોકુળનાથજીને મળ્યા પછી અખાની વાણી ઊઘડી” એ સાચું લાગે છે. અખાએ પોતે પણ એમ કહ્યું જ છે. અગાઉ કહ્યું છે તે મુજબ ભજન-મંડળીઓમાં બેસતા અખાએ આરંભમાં પદો રચવાનો પ્રયાસ કર્યો જણાય છે. ગોકુળગમન પછી ભાગવત પુરાણની કથા ગોકુળનાથજી જેવા સંપન્ન વિદ્વાન પાસે એણે સાંભળી હશે. હરિની ખોજમાં રહેલા, હરિમિલન માટે અતિ આતુર અને સાચી ઉત્કટ વિરહદશા ભેગવી રહેલા અખાને ભાગવતે ઉપદેશેલ ભક્તિ ઊંડો સંતોષ આપી શકી હશે. એ ભક્તિના ઉન્માદમાં અખાએ કૃષ્ણકીર્તનનાં અને ગુરુભક્તિનાં પદો ગોપીભાવે રચ્યાં હશે. એની આસપાસ પ્રવર્તતા દંભ અને આડંબરના વાતાવરણને અંગે વેધક કટાક્ષો કરતા છપ્પા પણ મોટે ભાગે આ સમયની રચનાઓ હોય તો નવાઈ નહીં. વૈષ્ણવો ઉપર મર્મવેધટ કટાક્ષ કરતા કેટલાક છપ્પાને કારણે ગોકુળનાથજીએ અખાને ટપાર્યો હોય અને આખો ગોકુળ છોડી ગયો હોય. પણ એની ગુરુભક્તિએ એને જંપવા નહિ દીધો હોય. અન્યની નિંદા કરવામાં પોતે પોતાનો અહંભાવ જ આગળ કર્યો છે અને ભાગવતોકત ભક્તિના મૂલ મર્મને પોતે ભૂલ્યો છે એમ લાગતાં એને આકરો પશ્ચાત્તાપ થયો હોય. એ પછી સીધેસીધા કોઈને ગુરુ કરી લેવાની વાત એણે ટાળી હોય અને પોતાની જાતને આગળ કર્યા વગર કથા- વ્યાખ્યાનો સાંભળવાનું એણે ચાલુ રાખ્યું હોય. એમ કરતાં એકાદા શિષ્યને જ ઉપદેશ આપતા (અને તે પણ કદાચ મરાઠી ભાષામાં અને રાતને વખતે) બ્રહ્માનંદને જોઈ આરંભમાં કુતૂહલથી અને પછી પૂરા શ્રદ્ધાભાવથી અખાએ એ જ્ઞાની ગુરુની વાણીનું પાન કરી તેમના જ્ઞાનોપદેશ મુજબ આચરણ કરી સરવાળે પોતાની આતુરતાને બળે અચાનક આત્મસાક્ષાત્કાર કર્યો સંભવે. અખો પોતે અખા તરીકે ટળ્યો; કેવળ ગોવિંદરૂપ ગુરુમય. બની રહ્યો. જ્યાં ગુરુની ભક્તિ અનન્ય હોય ત્યાં શિષ્ય ગુરુ કરતાં પણ આગળ વધી જાય એવું બને! આ સાખીઓમાં લખે છે :

“અખા આતુરતા ફલે, સો બાતનકી બાત;
જૈસે ઇઆહૂ દેહ ધરે, બિન માતા બિન તાત.
ગુરુ હોય ઘેલા બાવરા, પણ શિષ્ય આતુરતા લાગ;
જ્યૂં તેલ ખાર કપડા ભર્યા, ઉઠત ઉનાલે આગ,
અખા ખામી શિષ્ય વિષે, ગુરુ સિદ્ધ હો ના હોય;
સપન ગર્ભ વનિતા ધરે, જો આતુરતા હોય.
અખા નીપજ ગેબતેં, પણ આતુરતા શિર ભાર;
જ્યૂં અંકુર હૈ સહી બીજમેં, પણ પાણી કરત પસાર.”
–શિષ્ય-આતુરતા અંગ

આત્મજ્ઞાન થયા પછી અખાની કાવ્યરચનાઓનું વસ્તુ એના ઘડાયેલા દૃષ્ટિકોણ મુજબ થોડો પલટો લે, ભક્તિની સાથે સાથે એ જ્ઞાનની વાતો સવિશેષ કરે જ. ભાગવતમાં કહ્યું છે કે–

ય એતાન્મમ ભક્તેષુ સંપ્રદઘાત્‌ સુપુષ્ફલમ્‌ |
તસ્યાહં બ્રહ્મદાયત્સ દદામ્યાત્માનમાત્મના ||
– એકાદશ સ્કંધ, અધ્યાય ૨૯, શ્લોક ૨૬

(જે મનુષ્ય મારા ભક્તોને આ જ્ઞાન અત્યંત સંપૂર્ણ રીતે અર્પણ કરે છે તે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરનારને હું પોતે મારું સ્વરૂપ અર્પણ કરું છુ.) હરિરૂપ બ્રહ્માનંદજી પાસેથી બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ગ્રહણ કરી હરિરૂપ બની ગયેલા ‘અખા સ્વામી’એ વળતો બ્રહ્મોપદેશ કર્યો છે. એ ઉપદેશ જે રચનાઓમાં મળે છે તે રચનાઓનો કિંચિત્‌ પરિચય હવે કરીએ.