કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૧. માઘની પૂર્ણિમા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૪૭)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૪૭)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૦. પથ્થર થરથર ધ્રૂજે | ૪૦. પથ્થર થરથર ધ્રૂજે ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૨. બે પાય ધરવા જેટલી | ૪૨. બે પાય ધરવા જેટલી ]] | |||
}} |
Latest revision as of 12:33, 4 September 2021
૪૧. માઘની પૂર્ણિમા
નિરંજન ભગત
માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર
શો ચાલતી મધ્યાકાશમાં મંદ મંદ!
ટાઢમાં થરથરે,
કિન્તુ કોને જઈ કરગરે?
બંધ સૌ બારી ને દ્વાર,
ર્હે કોણ તે આ સમે બ્હાર?
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત
આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો!
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી
ડાળ પકડી અને આભ ચડવા જતો
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર,
તે હજુય છે મુખ પરે નખક્ષતો!
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય,
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય!
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે!
ચિત્ત આ સ્વચ્છ છે. ચાંદની જો રસે!
૧૫-૨-૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૪૭)