અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક પંખીને કંઈક —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 18: Line 18:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૩૫)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૩૫)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/કવિ-ઉમાશંકર-જોશીની-પ્રભા/ આસ્વાદ: કવિ ઉમાશંકર જોશીની પ્રભાવક રચના : એક પંખીને કંઈક — લાભશંકર ઠાકર]
<br>
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-પંખીને-કંઈક-એક-પંખીન/ આસ્વાદ: ‘એક પંખીને કંઈક’ વિશે — રાજેશ પંડ્યા]
<br>
{{HeaderNav2
|previous =અમે ઇડરિયા પથ્થરો
|next = ધારાવસ્ત્ર
}}

Latest revision as of 13:10, 20 October 2021


એક પંખીને કંઈક —

ઉમાશંકર જોશી

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, `હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચ ને!' ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી. `કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ' કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૫)


આસ્વાદ: કવિ ઉમાશંકર જોશીની પ્રભાવક રચના : એક પંખીને કંઈક — લાભશંકર ઠાકર

આસ્વાદ: ‘એક પંખીને કંઈક’ વિશે — રાજેશ પંડ્યા