અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/એક દિવસ તો આવ પ્રભાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
{{Right|(બારી બહાર, પૃ. ૭૨)}}
{{Right|(બારી બહાર, પૃ. ૭૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = મારા રે હૈયાને તેનું પારખું
|next =આજ
}}

Latest revision as of 06:45, 21 October 2021


એક દિવસ તો આવ પ્રભાત

પ્રહલાદ પારેખ

એક દિવસ તો આવ પ્રભાત?
         એક દિવસ તો ખૂટે રાત. એક દિવસ.

જુગ જુગથી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માગું એક જ દિનને :
         વરસોથી જોઉં વાટ. એક દિવસ.

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર-મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે
         ગીત અને પમરાટ. એક દિવસ.

અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે એ જડિયું;
પારસ ઓ! અડ એક વાર, ને
         પછી ન ચડશે કાટ. એક દિવસ.

અણખીલી મુજ કમળકળી આ,
         પડી રાતને હાથ;
આવ આવ તું ખિલાવ એને
         દે ને પૂરણ ઘાટ. એક દિવસ.

(બારી બહાર, પૃ. ૭૨)