અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/મોર ગળક્યાં !: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(અમૃતા, પૃ. ૨૫)}} | {{Right|(અમૃતા, પૃ. ૨૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/તમે આવી — | તમે આવી —]] | તમે આવી મારું તરબતર આ કીધું જીવન!.]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /આજ શ્રાવણની રાતના ગાજે | આજ શ્રાવણની રાતના ગાજે]] | આજ શ્રાવણની રાતના ગાજે મેઘ — ]] | |||
}} |
Latest revision as of 07:49, 21 October 2021
મોર ગળક્યાં !
દેવજી રા. મોઢા
અને એણે દોર્યાં ભીત ઉપરના મોર ગળક્યા!
હતો ગોરંભાયો નભ મહીં આષાઢી ઘન, અને
ઈશાને થાતા ’તા વીજળી-ચમકારા ઘડી ઘડી;
ભરાતું મા-પાંખે ભયભીત બની ગીજવીજથી;
અમોને યાદા’વ્યું બચપણ અમારી દીકરીનું!
હજી થોડી વેળા ઉપર ચણિયા-ઓઢણી થકી
સજી અંગો ર્હેતી ઘર ઘર ઘૂમી બ્હેનપણીનાં
ન ’તું જાગ્યું એમાં જરી દિન-દશા-ભાન, ત્યહીં તો
થયું વોળાવાનું અગન સહ હૈયે કઠણ થૈ!
ફરી આજે એવો ઘન નભ ચડ્યો, વીજ ઝબકી
ફરીથી એની એ, પણ ડરી જઈ ગાજવીજથી
ભરાતી મા-પાંખે ન ’તી અમ સુતા આજ અહીં, ને
અમારી આંખોમાં વિરહ-સ્મૃતિનાં નીર સળક્યાં
— અને એણે દોર્યાં ભીંત ઉપરના મોર ગળક્યા!
(અમૃતા, પૃ. ૨૫)