અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ક્હાનાનું કામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 31: Line 31:
{{space}}અઢળક આનંદની હેલી :
{{space}}અઢળક આનંદની હેલી :
મેં તો હોંશે એ અમરત પીધું!
મેં તો હોંશે એ અમરત પીધું!
{{space}}{{space}}ક્‌હાનાએ મને કામ ચીંધ્યું.
{{space}}{{space}}ક્‌હાનાએ મને કામ ચીંધ્યું.


{{Right|(બૃહદ ગુજરાતી કાવ્યપરિચય, ભાગ ૧, ૧૯૭૩,
{{Right|(બૃહદ ગુજરાતી કાવ્યપરિચય, ભાગ ૧, ૧૯૭૩,
સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પૃ. ૧૨૩)}}
સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પૃ. ૧૨૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ક્યાં જાવું?
|next =ચાતક પીએ એઠું પાણી
}}

Latest revision as of 08:34, 21 October 2021


ક્હાનાનું કામ

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

મારું જીવતર ધન્ય ધન્ય કીધું
         ક્‌હાનાએ મને કામ ચીંધ્યું,
કીધું ક્‌હાનાએ મને, ગાવડીને પૂર
         રૂડી ગોકુળિયા ગામની ગમાણે,
પાણી ને પૂળો એને નીરજે ને દ્હોજે
         પણ કરતી ન કાંઈ તું પરાણે :
કામ કેટલું આ સાદું ને સીધું!
                  ક્‌હાનાએ મને કામ ચીંધ્યું.

ન્હોતી જે આવતી ને ઢીંકે ચડાવતી
         તે ગાવડીને ડચકારી ક્‌હાને;
સાલસ થઈને એ તો હાલી મુજ મોર
         એની મેળે ગમાણની સાને :
એણે આસન ખીલાનું પાસ લીધું!
                  ક્‌હાનાએ મને કામ ચીંધ્યું.

દોરી ઉપાડી ત્યારે એણે નમાવી ડોક
         પહેરી લીધી જાણે માળા;
નીર્યું નીરણ એણે ખાધું ને પાયું પાણી —
         પીધું, કર્યા ન કોઈ ચાળા :
એણે સામેથી દૂધ દોહી દીધું!
                  ક્‌હાનાએ મને કામ ચીંધ્યું.

આવું આ કામ તોય ક્‌હાનાએ કીધું
         એથી હરખે બની ગઈ હું ઘેલી;
ક્‌હાનાનાં વેણ થકી મારે શિર વરસી ગઈ
         અઢળક આનંદની હેલી :
મેં તો હોંશે એ અમરત પીધું!
                  ક્‌હાનાએ મને કામ ચીંધ્યું.

(બૃહદ ગુજરાતી કાવ્યપરિચય, ભાગ ૧, ૧૯૭૩,
સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પૃ. ૧૨૩)