મંગલમ્/નૂતન વસંત: Difference between revisions
Jump to navigation
Jump to search
નૂતન વસંત
卐
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નૂતન વસંત}} | {{Heading|નૂતન વસંત}} | ||
<hr> | |||
<center> | |||
卐 | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7a/41_Mangalam_-_Nutan_Vasant_-_219.mp3 | |||
}} | |||
<br> | |||
નૂતન વસંત | |||
<br> | |||
卐 | |||
</center> | |||
<hr> | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
નૂતન વસંત નર્તન જાગે, વન વન બાગે બાગે, | નૂતન વસંત નર્તન જાગે, વન વન બાગે બાગે, | ||
Latest revision as of 01:52, 20 February 2025
નૂતન વસંત
卐
નૂતન વસંત
卐
નૂતન વસંત નર્તન જાગે, વન વન બાગે બાગે,
નૂતન વસંત નર્તન જાગે.
કિલ કિલ ગુંજે અલી ગુંજારવ મદભર મત્ત પરાગે,
સ૨વ૨ ઊઘડે કમલ કટોરી, કિરણ સ્પર્શ અનુરાગે.
…નૂતન૦
લજ્જા ભારે લચી મંજરી સુરભિત નવ સુહાગે,
સઘન ઘટામાં મગન કોકિલા કૂજે પંચમ રાગે.
…નૂતન૦
કેસૂડાની કલગી ખોસી, કોક કનૈયો આવે,
વગડાનો મારગડો રોકી, ગોરસ મીઠાં માગે,
…નૂતન૦
અગન રંગની ગગન ઘેરતી, ઝલક છલકતી આવે,
ઢોળાતી આવે ધરતીમાં, મનને મુકુલિત બાગે.
…નૂતન૦
થંભે વહેતી ઝરણ ઝાંઝરી, હરણ તરણને ત્યાગે,
દિશ દિશ બજતી ગહન બંસરી, જલથલ વિંધી વાગે.
નૂતન વસંત નર્તન જાગે.
— બાલમુકુંદ દવે