કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૧. વગડા વચ્ચે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૧. વગડા વચ્ચે|જયન્ત પાઠક}}
{{Heading|૨૧. વગડા વચ્ચે|જયન્ત પાઠક}}
<poem>
<poem>
વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
Line 25: Line 25:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૧૨)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૧૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ |૨૦. થોડો વગડાનો શ્વાસ ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૨. ભલું તમારું તીર ભલાજી— |૨૨. ભલું તમારું તીર ભલાજી— ]]
}}

Latest revision as of 11:49, 6 September 2021

૨૧. વગડા વચ્ચે

જયન્ત પાઠક

વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી —
એક કરી લો ભૂલ!

ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી—
એક કરી લો ભૂલ!

સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તરે ચાંદની નરી
ચાંદ થઈને ઊંચી-નીચી સળવળ સળવળ
થતી છાતીએ સરી ભલાજી—
એક કરી લો ભૂલ!

ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી—
એક કરી લો ભૂલ!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૧૨)