બાળ કાવ્ય સંપદા/મોરબીનો રાજા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 35: | Line 35: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચાલો હસીએ.... સાથે હસીએ | ||
|next = | |next = વરસાદ | ||
}} | }} | ||
Latest revision as of 14:25, 15 February 2025
મોરબીનો રાજા
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
મોરબીના રાજાની વાહ રે વાહ !
મેારબીના રાજાની રાણી, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરી,
વાહ, રે વાહ !
મેારબીના રાજાની રાણીની કુંવરીની
દાસી, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરી, વાહ રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લી,
વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લીનું,
બચ્ચું, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લીના
બચ્ચાની પૂંછડી, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લીના
બચ્ચાની પૂંછડી લાંબી,
વાહ, રે વાહ !