બાળ કાવ્ય સંપદા/છોડ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છોડ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938)}} | {{Heading|છોડ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938-2025)}} | ||
{{center|<poem> | {{center|<poem> | ||
Latest revision as of 01:53, 19 April 2025
છોડ
લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)
આજ મારા વાડામાં ઊગ્યો રે છોડ.
દેખાતો હોય ભલે વેઢથીય નાનો;
એને ઝાડવું થવાના છે કોડ,
આજ મારા વાડામાં ઊગ્યો રે છોડ.
પાણી સીંચું ને કરું નાનીશી વાડ,
કોઈ ચૂંટે ના પાંદડીની કોર,
જાગતાં ને નીંદરતાં ચોકી ભરું.
કોઈ ભૂલથી કરે ન તોડ-ફોડ.
આજ મારા વાડામાં ઊગ્યો રે છોડ.
આંબો કે આમલી હું કાંઈ નહીં જાણું,
એને બેસવાનો કો૨ કે મો’૨.
કાગડા ને કોયલ કંઈ ડાળ ડાળ ઝૂલશે;
ને ખીલવાના આઠે પહોર.
આજ મારા વાડામાં ઊગ્યો રે છોડ.