અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)}}
{{Right|(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = સોહાગરાત અને પછી
|next =મન માને, તબ આજ્યો…
}}

Latest revision as of 10:23, 21 October 2021

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે. — બાઈ રે.

થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે. — બાઈ રે.

એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? — બાઈ રે.

(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)