અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/જીવી ગયો હોત-: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
પણ... તે મારા હાથમાં નહોતું! | પણ... તે મારા હાથમાં નહોતું! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = એક વારનું ઘર | |||
|next = માણસ છે! | |||
}} |
Latest revision as of 10:52, 21 October 2021
જીવી ગયો હોત-
જયન્ત પાઠક
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;
મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ અાઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ... તે મારા હાથમાં નહોતું!