અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/અશ્વો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(સંગતિ, પૃ. ૫૯)}} | {{Right|(સંગતિ, પૃ. ૫૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ભીતર ભગવો | |||
|next = અદીઠો સંગાથ | |||
}} |
Latest revision as of 11:35, 21 October 2021
અશ્વો
મકરન્દ દવે
લીલા કોમળ ઘાસથી હર્યુંભર્યું મેદાન આ વિસ્તર્યું,
નીચી ડોક નમાવી અશ્વ ચરતા, ત્યાં તો વહેતી હવા
ભીની માદક ને મથે શિર જરા ઊંચું કરી સૂંઘવા
અશ્વો, મસ્ત છલાંગતું મન રહે એનું ધર્યું ને ધર્યું.
પાયે બંધન, કાય સાવ નબળી, અંધારું આંખે ભર્યું
જાણે કાયમ ડાબલા, પણ થતું સામે નવાં ને નવાં
બીડો સૂર્યપ્રકાશથી ઝળહળે, ઝંખી મરે આંબવા
આઘેરી ક્ષિતિજે, — શું પૂર પળમાં આવ્યું ન ત્યાં ઓસર્યું!
અશ્વો પુચ્છ ઉછાળતા હણહણે, પાછા નમીને ચરે,
ને જે હોડ હવાની સાથ કરતું, સ્પર્શી જતું ઘ્રાણને
આજે માત્ર, કદાપિ પૂર પળનું જો રોમરોમે ચડે,
કોેઠે બંધન જે પડ્યાં સકળ તે એવાં કઠે આખરે
ને આ મસ્ત હવા જરાક પજવે અશ્વો તણા પ્રાણને,
તો તો તેજી તુખાર, રંગ પલટે, આકાશ ઓછું પડે.
(સંગતિ, પૃ. ૫૯)