અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ જાની/આવડા ઉરની (આવડું ઉર!): Difference between revisions

No edit summary
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 25: Line 25:
{{space}}ધીખતો ઝંઝાવાત! — આવડા.
{{space}}ધીખતો ઝંઝાવાત! — આવડા.
</poem>
</poem>

આસ્વાદ: હૃદયની અકળ લીલાનું ગીત – હરીન્દ્ર દવે

{{Poem2Open}}
રાજેનું એક સુંદર પદ છેઃ
{{Poem2Close}}
<poem>
મનનું કારણ કોઈ ન જાણે, કુહુને કહીએ માંડી રે,
વ્હાલપણાની વાતડિયું તે, હુએ હંમેશાં ગાંડી રે.
</poem>
{{Poem2Open}}
મનના આ અકળ લીલાવિસ્તારની વાત આપણા ઘણા કવિઓએ  આલેખી છે. આ કવિતા પણ એ જ ગહનમાં અવગાહન કરવાનો પ્રયત્ન કરે છે. કવિ પહેલાં કંઈક અસહાયતાથી કહે છે—‘આવડા ઉરની માંડવી તે શી વાત!’ હૃદય તો સાવ નાનું અમરનું છે. એની વાત ક્યાં માંડવી? પણ એક વાર એ વાત માંડીએ તો પછી એમાંથી શું છાંડ્યું, કંઈ વાત ન કરવી એ જ સમસ્યા બની જાય છે.
હૃદયની વાતનું છે જ એવું: તમે ન કહો તો કોઈને ક્યારે ય કશું ન કહી શકોઃ અને કહેવા બેસો તો સામા માણસને એમાં રસ છે કે નહીં એનું પ્રમાણભાન પણ ન રહેઃ જ્યાં સુધી સંકોચ રહ્યો હોય ત્યાં સુધી વાત માંડવાનું નથી ગમતું આપણે વાત માંડવાનું ટાળીએ છીએ પણ પછી હૃદય ખૂલી જાય ત્યારે શું કહેવું અને શું ન કહેવું એની વિમાસણમાં જીવ અટવાયા કરે છે.
‘આવડા’ અમસ્તા ઉરની કઈ વાત છાંડવી? એ પ્રશ્ન સાથે કવિ આપણી પાસે મિત્ર બનીને આવે છે અને પોતાના ભીતરને ખોલી દે છે —  પોતાના હૃદયની બધી જ સમૃદ્ધિને પ્રગટ કરી દે છે.
કોઈ પૂછે કે હૃદય કેવું અને કેવડુંક? તો એનો, સામા માણસને તરત જ ખ્યાલ આવે એવો જવાબ આપી શકો ખરા? હૃદયનાં અનેક રૂપ, ઊર્મિની અપાર ઝાંય. એટલા માટે જ કવિ એક જ કવિતામાં રૂપની અનંત લીલાનું જાણે કે આલેખન કરે છે.
કવિની અભિવ્યક્તિની રીત પણ જોવા જેવી છે. પ્રભાતે આપણે સૌ જાગીએ છીએ. કવિએ આ વાતને કલાત્મક રીતે મૂકી છે.
{{Poem2Close}}
<poem>
કોક સમે એના આભમાં પેલું
જાગતું ઘેલું
દંગભર્યું પરભાત.
</poem>
{{Poem2Open}}
એ આભ જ એવું છે કે ખુદ પ્રભાત જ ત્યાં જાગે. કોક સમેનું પુનરાવર્તન કેટલું બધું અર્થપૂર્ણ છે. હૃદયના મિજાજને,—એના ભાવને તમે નિશ્ચિતપણે ઝીલી શકો ખરા? પવનને જાળમાં પકડવા જેવું એ કામ છે.
હૃદયનો આનંદ અને એનો રોષ, એની રમ્યતા અને રુદ્રતા આ બન્નેને, વીણાના સૂરથી ગુંજતી મધરાત અને સાગરના ઊછળતા ઉત્પાત દ્વારા વ્યક્ત કરી છે.
હૃદયની લીલા અકળ છે. જરાક વસમી વાત હોય તો એની નેણપિયાલી છલકાયા વિના રહેતી નથી. અને જરાક અમથી રસની વાત હોય તો એની આંખની માછલીઓ સળવળ થયા વિના રહેતી નથી, ક્યારેક સ્મિત અને આંસુ બન્નેનો એકી સાથે અનુભવ પણ ક્યાં નથી થતા?
આ કાવ્યની સાથે સહૃદયોને ઉમાશંકર જોશીનું કાવ્ય ‘માનવીના હૈયાને નંદવામાં વાર શી?’ યાદ આવ્યા વિના નહીં રહે. આ બન્ને કાવ્યોમાં એકાદ વર્ણના ફેરથી અર્થની ચમત્કૃતિ સધાઈ છે.
‘એના એ હૈયાને રંજવામાં વાર શી?’
— પણ અધબોલ્યા બોલડે નંદવાઈ જતા અને પોચા શા રૂની જેમ પીંજાઈ જતા એ સ્મિતની વીજળીએ પ્રફુલ્લિત થઈ ઊઠતા આવા હૃદયની કઈ વાત માંડવી અને કઈ વાત છાંડવી?
{{Right|(કવિ અને કવિતા)}}
{{Poem2Close}}

{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મુકબિલ' કુરેશી/ધરતી ઉપર માગી  | ધરતી ઉપર માગી ]]  | તમારી યાદમાં રણની રજેરજ તરબતર માંગી ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દીપક બારડોલીકર/નથી હોતા | નથી હોતા]]  | અલગ અમ જિદંગીથી આપને ગણતા નથી હોતા!]]

Latest revision as of 11:52, 21 October 2021

આવડા ઉરની (આવડું ઉર!)

રમેશ જાની

આવડા ઉરની માંડવી તે શી વાત!
આવડા ઉરની છાંડવી તે શી વાત!
કોક સમે એના આભમાં પેલું
જાગતું ઘેલું
રંગભર્યું પરભાત;
કોક સમે એના બાગમાં ફાગે
રાચતું રાગે
હસતું પારિજાત! — આવડા.

કોક સમે એના સાદમાં ઝીણા
સૂરથી વીણા
ગુંજતી ર્‌હે મધરાત;
કોક સમે એના નાદને લહેકે
મોરલો ગ્હેકે
પાડતો મીઠી ભાત! — આવડા.

કોક સમે એના ગાનમાં ઘેરો
સાગર કેરો
ઊછળતો ઉત્પાત;
કોક સમે સૂનકાર વેરાને
જલતા રાને
ધીખતો ઝંઝાવાત! — આવડા.

આસ્વાદ: હૃદયની અકળ લીલાનું ગીત – હરીન્દ્ર દવે

રાજેનું એક સુંદર પદ છેઃ

મનનું કારણ કોઈ ન જાણે, કુહુને કહીએ માંડી રે,
વ્હાલપણાની વાતડિયું તે, હુએ હંમેશાં ગાંડી રે.

મનના આ અકળ લીલાવિસ્તારની વાત આપણા ઘણા કવિઓએ આલેખી છે. આ કવિતા પણ એ જ ગહનમાં અવગાહન કરવાનો પ્રયત્ન કરે છે. કવિ પહેલાં કંઈક અસહાયતાથી કહે છે—‘આવડા ઉરની માંડવી તે શી વાત!’ હૃદય તો સાવ નાનું અમરનું છે. એની વાત ક્યાં માંડવી? પણ એક વાર એ વાત માંડીએ તો પછી એમાંથી શું છાંડ્યું, કંઈ વાત ન કરવી એ જ સમસ્યા બની જાય છે.

હૃદયની વાતનું છે જ એવું: તમે ન કહો તો કોઈને ક્યારે ય કશું ન કહી શકોઃ અને કહેવા બેસો તો સામા માણસને એમાં રસ છે કે નહીં એનું પ્રમાણભાન પણ ન રહેઃ જ્યાં સુધી સંકોચ રહ્યો હોય ત્યાં સુધી વાત માંડવાનું નથી ગમતું આપણે વાત માંડવાનું ટાળીએ છીએ પણ પછી હૃદય ખૂલી જાય ત્યારે શું કહેવું અને શું ન કહેવું એની વિમાસણમાં જીવ અટવાયા કરે છે.

‘આવડા’ અમસ્તા ઉરની કઈ વાત છાંડવી? એ પ્રશ્ન સાથે કવિ આપણી પાસે મિત્ર બનીને આવે છે અને પોતાના ભીતરને ખોલી દે છે — પોતાના હૃદયની બધી જ સમૃદ્ધિને પ્રગટ કરી દે છે.

કોઈ પૂછે કે હૃદય કેવું અને કેવડુંક? તો એનો, સામા માણસને તરત જ ખ્યાલ આવે એવો જવાબ આપી શકો ખરા? હૃદયનાં અનેક રૂપ, ઊર્મિની અપાર ઝાંય. એટલા માટે જ કવિ એક જ કવિતામાં રૂપની અનંત લીલાનું જાણે કે આલેખન કરે છે.

કવિની અભિવ્યક્તિની રીત પણ જોવા જેવી છે. પ્રભાતે આપણે સૌ જાગીએ છીએ. કવિએ આ વાતને કલાત્મક રીતે મૂકી છે.

કોક સમે એના આભમાં પેલું
જાગતું ઘેલું
દંગભર્યું પરભાત.

એ આભ જ એવું છે કે ખુદ પ્રભાત જ ત્યાં જાગે. કોક સમેનું પુનરાવર્તન કેટલું બધું અર્થપૂર્ણ છે. હૃદયના મિજાજને,—એના ભાવને તમે નિશ્ચિતપણે ઝીલી શકો ખરા? પવનને જાળમાં પકડવા જેવું એ કામ છે.

હૃદયનો આનંદ અને એનો રોષ, એની રમ્યતા અને રુદ્રતા આ બન્નેને, વીણાના સૂરથી ગુંજતી મધરાત અને સાગરના ઊછળતા ઉત્પાત દ્વારા વ્યક્ત કરી છે.

હૃદયની લીલા અકળ છે. જરાક વસમી વાત હોય તો એની નેણપિયાલી છલકાયા વિના રહેતી નથી. અને જરાક અમથી રસની વાત હોય તો એની આંખની માછલીઓ સળવળ થયા વિના રહેતી નથી, ક્યારેક સ્મિત અને આંસુ બન્નેનો એકી સાથે અનુભવ પણ ક્યાં નથી થતા?

આ કાવ્યની સાથે સહૃદયોને ઉમાશંકર જોશીનું કાવ્ય ‘માનવીના હૈયાને નંદવામાં વાર શી?’ યાદ આવ્યા વિના નહીં રહે. આ બન્ને કાવ્યોમાં એકાદ વર્ણના ફેરથી અર્થની ચમત્કૃતિ સધાઈ છે.

‘એના એ હૈયાને રંજવામાં વાર શી?’

— પણ અધબોલ્યા બોલડે નંદવાઈ જતા અને પોચા શા રૂની જેમ પીંજાઈ જતા એ સ્મિતની વીજળીએ પ્રફુલ્લિત થઈ ઊઠતા આવા હૃદયની કઈ વાત માંડવી અને કઈ વાત છાંડવી? (કવિ અને કવિતા)