અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઍકવેરિયમમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(છંદોલય, પૃ. ૨૦૫)}} | {{Right|(છંદોલય, પૃ. ૨૦૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઝૂમાં - સિંહને જોઈને | |||
|next = પાત્રો | |||
}} |
Latest revision as of 12:01, 21 October 2021
ઍકવેરિયમમાં
નિરંજન ભગત
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી?
અહીં પ્રકાશ,
કિંતુ સૂર્યનો નહીં, નિયૉન-પાશ;
ને સમુદ્રનું જ જલ
પરંતુ અહીં તરંગનું ન બલ.
નેત્રરાંકડી છતાંય પુચ્છવાંકડી,
ન જાણતી કે સૃષ્ટિ સાંકડી
અહીં કઠોર, કાંકરેટ કાચની,
નઠોર, જૂઠ, સૃષ્ટિ આ ન સાચની.
વેંત વેંતમાં જ ગાઉ ગાઉ માપવા
અને ન ક્યાંય પ્હોંચવું,
સદાય વેગમાં જ પંથ કાપવા,
ન થોભવું, ન શોચવું.
મનુષ્ય (કાચ પાર હું સમાં ઘણાં અહીં ફરે
ન કોઈ જેમનાં પ્રદર્શનો ભરે!)
કને જ આ કલા ભણી,
અગમ્ય શી ગણી.
તરે છ માછલી,
ન જિંદગી સ્મરે છ પાછલી!
(છંદોલય, પૃ. ૨૦૫)