અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શંભુપ્રસાદ જોષી/ઘર ભણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)}}
{{Right|(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અદી મીરઝાં/ગઝલ (જીવનનું સત્ય...) | ગઝલ (જીવનનું સત્ય...)]]  | જીવનનું સત્ય શું છે, આંખોના ખ્વાબ શું છે ?]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સાકિન' કેશવાણી/ક્યાં જઈ પહોંચ્યા? | ક્યાં જઈ પહોંચ્યા?]]  | પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા ?]]
}}

Latest revision as of 13:02, 21 October 2021

ઘર ભણી

શંભુપ્રસાદ જોષી

સમીસાંજ થૈ ગઈ
         ધેનુનાં ધણ આ આવ્યાં!
ઊજળતાં જળપૂર —
         ધેનુનાં ધણ આ આવ્યાં!
પુચ્છની ધજા હવામાં તરે!
સ્થૂળ કૈ શૃંગ હલેસાં ભરે!
         રજના ઊંચા લોઢ
                  ખૂંદતાં ધણ આ આવ્યાં!
                           સમી.

કશો આ રવ ભાંભરનો થાય,
તૃપ્તિને લય પંખી સૌ ગાય!
         વનની તાજી ગંધ
         વેરતાં ધણ આ આવ્યાં!
                           સમી.

ચર્ણથી કર્ણ તણી ગતિ ઘણી!
દિયે શી દોટ વાછરું ભણી!
         આંખ મહીં શાં બીડ
         ધેનુનાં ધણ આ આવ્યાં!
                           સમી.

(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)