અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/ઓગળતી રહી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(અક્ષર, ૧૯૭૩, પૃ. ૧૦૬)}}
{{Right|(અક્ષર, ૧૯૭૩, પૃ. ૧૦૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/સમણાં લ્યો રે  | સમણાં લ્યો રે ]]  | સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!  ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/કાગળ ઉપર! | કાગળ ઉપર!]]  | ભીનો ભીનો એને જોવો છે હવે;]]
}}

Latest revision as of 07:47, 22 October 2021

ઓગળતી રહી

મનહરલાલ ચોકસી

ગુફ્તગોમાં રાત ઓગળતી રહી,
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાન્તનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની ટળવળતી રહી.

હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.

(અક્ષર, ૧૯૭૩, પૃ. ૧૦૬)