અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સખ્ય: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|સખ્ય| નલિન રાવળ}}"
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સખ્ય| નલિન રાવળ}}
{{Heading|સખ્ય| નલિન રાવળ}}
<poem>
મળી ગયાં ટ્રેન મહીં અચિંત
અમે પ્રવાસી અણજાણ એવાં
બારીની બ્હાર નીરખી રહી’તી
છટા ભરી ખાલી રહી’તી ચાંદની
ને
હુંય એના મુખપે છવાયલી
નીરખી રહ્યો’તો રમણીય રાગિણી
ત્યાં
સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને
વ્હેતું મૂકી એ નમનીય હાસ્ય
સાશ્ચર્ય નેત્રે નીરખી કહે :
એ… ઓ જાય.
કિલકારતી કૂંજડીઓની હાર…
વાત વીત્યે વર્ષો વહી ગયાં
એ ક્યાં?
હું ક્યાં?
છતાંય આજે
રમણીય રાત્રે
નિહાળતો અંતર-આભ ઊંડે
છવાયલી મંજુલ ચાંદનીમાં
કિલકારતી જાય
ઓ… જાય…
કિલકારતી કૂંજડીઓની હાર.
{{Right|(લયલીન, પૃ. ૯૫)}}
</poem>
{{HeaderNav2
|previous =હાથ
|next =પીછો
}}